રાફેલ ડીલ 'મિ. 56ના મિત્રો'ને અપાવશે 1 લાખ કરોડ: રાહુલ ગાંધી

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ડીલમાં કથિત ગડબડીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરીથી નિશાન સાધ્યો છે. તેમને દાવો કર્યો છે કે, 36 રાફેલ વિમાનોની જાળવણીને લઈને 50 વર્ષોમાં દેશના કરદાતાઓને ખાનગી ભારતીય જૂથના સંયુક્ત સાહસને એક લાખ કરોડ રૂપિયા આપવા પડશે.

  રાહુલ ગાંધીએ વડાપ્રધાનનું નામ લીધા વગર ટ્વિટ કર્યું જેમાં પીએમ માટે 'મિસ્ટર 56' શબ્દનો ઉપયોગ કરતાં તેમને આ વાત કરી. રાહુલ ગાંધીએ લખ્યું કે, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ આને ફગાવવા માટે હંમેશાની જેમ પ્રેસ કોન્ફ્રન્સ કરશે પરંતુ સત્યતા માટે દસ્તાવેજ અહી એટેચ કરી રહ્યો છું.  તો બીજી, બાજું કોંગ્રેસ પ્રવક્ત શક્તિસિંહ ગોહિલે સંવાદદાતઓને કહ્યું
  રાફેલ વિમાન ડીલમાં મોટું ભષ્ટ્રાચાર થયું છે. જેમાં કંપનીને બ્લેક લિસ્ટ કરવી જોઈએ તેને આટલું મોટું કોન્ટ્રાક્ટ આપી દીધું છે.

  કોંગ્રેસ અને રાહુલ ગાંધી રાફેલ ડીલમાં ભષ્ટ્રાચારનો આરોપ લગાવતા મોદી સરકાર પર સતત હુમલા કરી રહ્યાં છે. કોંગ્રેસે આ મામલે વડાપ્રધાન મોદી અને સંરક્ષણ નિર્મલા સીતારમણ વિરૂદ્ધ લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટીસ આપેલી છે. પાર્ટીનો આરોપ છે કે, રાફેલ વિમાનોની કિંમત જણાવવાના સંદર્ભમાં મોદી અને સીતારમણે સંસદને ગેરમાર્ગે દોરી છે.
  Published by:Mujahid Tunvar
  First published: