કર્ણાટકમાં બોલ્યા રાહુલ, '15-20 લોકોએ દબાવી રાખ્યો છે બધો માલ'

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી એપ્રિલ-મેમાં થાય તેવી સંભાવના છે...

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી એપ્રિલ-મેમાં થાય તેવી સંભાવના છે...

 • Share this:
  કર્ણાટકમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા અકબંધ રાખવાની કોશિસમાં લાગેલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરી બીજેપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. અહીં તેમણે બેંકો સાથે હજારો કરોડોની છેતરપિંડી કરનાર નિરવ મોદી જેવા ઉદ્યોગપતિઓની વાત કરી દેશની આર્થિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.

  રાહુલે મૈસુરમાં મહારાની મહિલા આર્ટ્સ કોલેજમાં એક જનસભા સંબોધિત કરતા કહ્યું કે, નીરવ મોદી બેંકોમાંથી રૂ. 22000 કરોડ લઈ ભાગી ગયો. તમે વિચારી શકો છો કે, સરકારે 22000 કરોડ રૂપિયા તમારા જેવી મહિલાઓને આપ્યા હોત તો તમે કેટલું બધુ આનાથી બનાવી શકો છો.  કોંગ્રેસ અધ્યક્ષે અહીં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થા પ્રમાણે આપણો દેશ સારી રીતે આગળ વધી રહ્યો છે, પરંતુ આપણી સરકાર નોકરીઓ પેદા નથી કરી શકતી. તેનું મુખ્ય કારણ એ છે કે, જેની પાસે સ્કિલ છે તેને પૈસાની મદદ નથી મળી શકતી. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, દેશમાં સૌથી વધારે પૈસા 15-20 લોકો દબાવીને બેઠા છે.

  રાહુલ ગાંધીએ અહીં નોટબંધી અને જીએસટીને લઈ પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, મને લાગે ચે નોટબંધી એક મોટી ભૂલ હતી અને આ કરવાની જરૂર ન હતી. નોટબંધી અને જીએસટીએ ભારતીય અર્થવ્યવસ્થા અને રોજગાર પેદા કરવા પર નુકશાન પહોંચાડ્યું છે. મને નોટબંધી લાગૂ કરવાની રીત પર ફરિયાદ છે, આરબીઆઈ ગવર્નર, મુખ્ય આર્થિક સલાહકાર, કે નાણામંત્રી સુદ્ધાને આની ખબર ન હતી.  તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી એપ્રિલ-મેમાં થાય તેવી સંભાવના છે. એવામાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં એકમાત્ર કોંગ્રેસ શાસિત રાજ્યમાં પોતાની સત્તા અકબંધ રાખવા માટે પુરા જોર-શોરથી કોશિસમાં લાગી ગયા છે. આના કારણે તે સનિવારે મૈસુરના ચામુંડેશ્વરી મંદિરમાં પૂજા-અર્ચના કરવા પણ પહોંચી ગયા હતા. આ સમયે કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પણ તેમની સાથે હાજર રહ્યા.
  Published by:kiran mehta
  First published: