રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ, કહ્યું- જ્યારે જ્યારે દેશ ભાવુક થયો છે, ફાઇલો ગુમ થઇ છે

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ, કહ્યું- જ્યારે જ્યારે દેશ ભાવુક થયો છે, ફાઇલો ગુમ થઇ છે
રાહુલ ગાંધી

 • Share this:
  દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટ (Supreme Court)થી દારૂના વેપારી વિજય માલ્યા કેસ (Vijay Mallya Case)ની ફાઇલો ગાયબ થવા પર કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધી (Rahul Ganghi)એ કેન્દ્રની મોદી સરકાર (Modi Goverment) પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારને આ માટે જવાબદાર ગણાવી છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે જ્યારે જ્યારે દેશ ભાવુક થયો છે ત્યારે ફાઇલો ગાયબ થઇ છે.

  શનિવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે જ્યારે જ્યારે દેશ ભાવુક થયો છે. ફાઇલો ગાયબ થઇ છે, માલ્યા હોય કે રાફેલ, મોદી હોય કે ચોક્સી...ગુમશુદા લિસ્ટમાં લેટેસ્ટ ચીની અતિક્રમણના દસ્તાવેજ આ પણ એક સંયોગ નથી, મોદી સરકાર લોકતંત્ર વિરોધી પ્રયોગ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પહેલા જ ભગેડ વિજય માલ્યાની ફઆઇલના જરૂરી દસ્તાવેજો ગાયબ થવાના કારણે પુનર્વિચાર અરજી પર સુનવણી 20 ઓગસ્ટ સુધી ટાળવામાં આવી છે.
  વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ જઇને 4 કરોડ ડૉલર પોતાના પરિવારના નામે ટ્રાંસફર કર્યા છે. આ આદેશને અવગણીને સુપ્રીમ કોર્ટે 2017માં માલ્યાને દોષી ઠેરાવ્યો હતો. જે પછી માલ્યાએ કોર્ટમાં પુનવિચાર અરજી દાખલ કરી હતી જે લગભગ ત્રણ વર્ષ પછી 6 ઓગસ્ટે લિસ્ટ થઇ છે. પણ દસ્તાવેજ ગાયબ હોવાના કારણે આ પર સુનવણી 14 દિવસો માટે ટાળવામાં આવી છે.

  કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા પર દેશની 17 બેંકોથી 9 હજાર કરોડનું દેવું લેવાનો આરોપ છે. પણ માલ્યાએ માર્ચ 2016માં ભારત છોડી બ્રિટન ભાગી ગયો હતો. ત્યારથી તેની પર આ મામલે અન્ય કેસ પણ ચાલી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published:August 08, 2020, 18:41 pm

  ટૉપ ન્યૂઝ