Home /News /national-international /ખંડૂરીના દીકરા કોંગ્રેસમાં જોડાયા, રાહુલે પીએમ મોદી પર કર્યો પ્રહાર

ખંડૂરીના દીકરા કોંગ્રેસમાં જોડાયા, રાહુલે પીએમ મોદી પર કર્યો પ્રહાર

ભાજપના નેતા અને ઉત્તરાખંડનના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીના દીકરા મનીષ ખંડૂરીએ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો હાથ થામી લીધો

ભાજપના નેતા અને ઉત્તરાખંડનના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીના દીકરા મનીષ ખંડૂરીએ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો હાથ થામી લીધો

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે ઉત્તરાખંડ રાજ્યના પ્રવાસે છે. તેઓએ રાજ્યની રાજધાની દેહરાદૂનમાં જાહેર સભાને સંબોધી. આ દરમિયાન ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીના દીકરા મનીષ ખંડૂરીએ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો હાથ થામી લીધો. રાહુલ ગાંધીએ દેહરાદૂનમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવ્યા અને કહ્યું કે, 4 વર્ષમાં 'અચ્છે દિન આયેંગે'થી 'ચોકીદાર ચૌર હૈ'નો નારો આવી ગયો.

  જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર આવીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. સેનામાં ઉત્તરાખંડની જે ભાગીદારી છે, સમગ્ર હિન્દુસ્તાન તેનું દિલથી સ્વાગત કરે છે. પુલવામામાં સીઆરપીએફના સૈનિક શહીદ થયા. પુલવામા બ્લાસ્ટ બાદ અમે તરત કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દમ સાથે સરકાર અને દેશની સાથે ઊભી છે. પરંતુ તે સમયે વડાપ્રધાન કોર્બેટ પાર્કમાં વીડિયો શૂટ કરવામાં વ્યસ્ત હતા. હસતાં-હસતાં સાડા ત્રણ કલાક તેઓ ત્યાં રહ્યા અને દિવસભર દેશભક્તિની વાત કરે છે.  જીએસટીથી વેપારીઓને થનારા નુકસાનનો હવાલો આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે ગબ્બર સિંહ ટેક્સને સાચા જીએસટીમાં બદલીશું, જેમાં એક સાધારણ ટેક્સ હશે. રાહુલે વેપારીઓને સંબોધિત કરતાં કહ્યું કે, તમને જે નુકસાન થયું એન જે કષ્ટ ભોગવ્યું છે, તેના માટે હું નરેન્દ્ર મોદી તરફથી માફી માંગું છું. તેઓએ ભયંકર ભૂલ કરી અને આપણે તે ભૂલને સુધારીશું.

  આ પણ વાંચો, PM મોદીએ કહ્યુ- હું એકલો નથી, દેશમાં ઘણા છે ચોકીદાર, શેર કર્યો VIDEO

  રાહુલ ગાંધીએ પૂર્વ સીએમ બીસી ખંડૂરીનો આધાર બનાવતાં પીએમ મોદીને ઘેર્યા. રાહુલે કહ્યું કે, બીસી ખંડૂરીએ સંસદની કમિટીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ પૂછી લીધો કે જે તાકાત સેનાની પાસે હોવી જોઈએ, તે નથી. ખંડૂરીજી સાચું બોલ્યા ત્યારબાદ નરેન્દ્ર મોદીએ તે કમિટીગી બીસી ખંડૂરીને હટાવી દીધા.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Chowkidar Chor Hai, Lok Sabha Elections 2019, Main Bhi Chowkidar, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन