Home /News /national-international /રાહુલ ગાંધીએ પિત્રોડાના નિવેદનને ખોટું ગણાવ્યું, માફી માંગવા જણાવ્યું

રાહુલ ગાંધીએ પિત્રોડાના નિવેદનને ખોટું ગણાવ્યું, માફી માંગવા જણાવ્યું

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

સામ પિત્રોડાએ ગુરુવારે 1984ના શીખ વિરોધી તોફાનો અંગે કહ્યુ હતુ કે, "1984 વિશે હવે શું? તમે છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું, 84માં જે થયું તે થયું, તમે શું કર્યું"

    નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યુ કે સામ પિત્રોડાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં શીખ વિરોધી તોફાનો અંગે કરેલી ટિપ્પણી માટે માફી માંગવી જોઈએ. રાહુલે કહ્યુ, "મને લાગે છે કે સામ પિત્રોડાએ જે કંઈ કહ્યું તે અયોગ્ય અને સ્વીકારી શકાય તેવું નથી. તેમણે આ માટે માફી માંગવી જોઈએ. મને લાગે છે કે 1984 એક બિનજરૂરી ત્રાસદાયક ઘટના હતી, જે ભયાનક પીડાનું કારણ બની હતી."

    ઓવરસીઝ કોંગ્રેસના પ્રભારી સામ પિત્રોડાએ ગુરુવારે 1984ના શીખ વિરોધી તોફાનો અંગે કહ્યુ હતુ કે, "1984 વિશે હવે શું? તમે છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું, 84માં જે થયું તે થયું, તમે શું કર્યું?"

    રાહુલના નિવેદન પહેલા શુક્રવારે પિત્રોડાએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને હિન્દીની સારી સમજ ન હોવાને કારણે આવી ભૂલ થઈ ગઈ હતી. સામે પિત્રોડાના આવા નિવેદનની થોડી જ કલાકોમાં કોંગ્રેસ પાર્ટીએ નિવેદન આપ્યું હતું અને પાર્ટી તેમના નિવેદન સાથે સહમત ન હોવાનું જણાવ્યું હતું.

    પિત્રોડાએ કહ્યુ કે, "મારો કહેવાનો મતલબ આગળ વધવાનો હતો. આપણી પાસે ચર્ચા કરવા માટે બીજા મુદ્દા પણ છે, જેવા કે બીજેપી સરકારે શું કર્યું અને શું આપ્યું. મને દુઃખ છે કે મારી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી. હું માફી માંગું છું."

    પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસે પોતાના નેતાઓને 'સાવધાન અને સંવેદનશીલ' રહેવાની સલાહ આપી છે.

    રાહુલ ગાંધીએ કહ્યુ, "પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે આ અંગે માફી માંગી છે. મારી માતાએ આ અંગે માફી માંગી છે. અમે બધાએ અમારો મત સ્પષ્ટ કર્યો છે કે 1984ની ઘટના ખૂબ જ ત્રાસદાયક હતી અને આ ક્યારેક બનવી જોઈતી ન હતી."


    સામ પિત્રોડાના નિવેદન અંગે વડાપ્રધાન મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે, આવું નિવેદન કોંગ્રેસ પાર્ટીની માનસિકતા અને અહંકાર બતાવે છે. મોદીએ કહ્યું કે આવી ટિપ્પણીને કોઈ એક વ્યક્તિના નિવેદન રૂપે લેવું ન જોઈએ, આને કોંગ્રેસ પાર્ટીના અહંકારની જેમ લેવું જોઈએ. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પડકાર ફેંકતા કહ્યુ છે કે કોંગ્રેસ અધ્યક્ષ પોતાના ગુરુને પાર્ટીમાંથી કાઢીને બતાવે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Lok sabha election 2019, અરૂણ જેટલી, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन