રાહુલ ગાંધીએ પૂછ્યા સવાલ : પુલવામા હુમલાથી કોને ફાયદો થયો, સુરક્ષા ચૂક માટે કોણ જવાબદાર?

પુલવામા હુમલા સમયે સુરક્ષામાં થયેલી મોટી ચૂક માટે કોને જવાબદાર ઠેરવવામાં આવ્યા? : રાહુલ ગાંધીને મોદી પર આકરો વાર

પુલવામા હુમલા સમયે સુરક્ષામાં થયેલી મોટી ચૂક માટે કોને જવાબદાર ઠેરવવામાં આવ્યા? : રાહુલ ગાંધીને મોદી પર આકરો વાર

 • Share this:
  નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામા (Pulwama Attack)માં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ સીઆરપીએફ (CRPF)ના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. સમગ્ર દેશ આજે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આ દરમિયાન કૉંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્રની મોદી સરકાર (Modi Government)ને સવાલ પૂછ્યો છે કે આ હુમલાથી કોને ફાયદો થયો. જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં તેઓએ વધુ બે સવાલ પણ પૂછ્યા છે. રાહુલે ટ્વિટ કર્યું કે હુમલાની તપાસમાં શું પરિણામ સામે આવ્યું?

  રાહુલ ગાંધીએ હુમલામાં અનેક સુરક્ષા ચૂક (Security Lapse) ઉપર પણ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યા છે. તેઓએ ટ્વિટ કર્યું કે હુમલો બીજેપી (BJP)ની સરકારના સમયે થયો હતો. સુરક્ષામાં અનેક ચૂક થઈ જેના માટે કોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે?  પીએમ મોદીએ કહ્યું કે, ભારત તેમની શહાદત ક્યારેય નહીં ભૂલે

  બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કર્યું કે, ગયા વર્ષે ભયાનક પુલવામા હુમલામાં પોતાની જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેઓ તમામ અસાધારણ લોકો હતા, જેઓએ આપણા રાષ્ટ્રની સેવા અને રક્ષા માટે જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદતને ક્યારેય નહીં ભૂલે.  બીજેપી નેતા કપિલ મિશ્રાએ રાહુલ ગાંધી પર કર્યો વળતો હુમલો

  રાહુલ ગાંધીના ટ્વિટ પર બીજેપી નેતા કપિલ મિશ્રા (Kapil Mishra)એ વળતો હુમલો કર્યો છે. કપિલ મિશ્રાએ લખ્યું કે, શરમ કરો રાહુલ ગાંધી. પૂછો છો કે પુલવામા હુમલાથી કોને ફાયદો થયો? જો દેશને પૂછવામાં આવ્યું કે ઈન્દિરા ગાંધી (Indira Gandhi) અને રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની હત્યાથી કોને ફાયદો થયો, પછી શું બોલશો. આટલી નિમ્ન રાજનીતિ ન કરો, શરમ કરો. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ની સાંજે લગભગ 3 વાગ્યે એવા સમાચાર આવ્યા જેનાથી સમગ્ર દેશ હલી ગયો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જેશ-એ-મોહમ્મદના એક આતંકીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને લઈ જઈ રહેલી એક બસ સાથે વિસ્ફોટકો ભરેલી કાર ટકરાવી દીધી. આ આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.  પુલવામા હુમલા બાદ પણ વિપક્ષે ઉઠાવ્યા હતા અનેક સવાલ

  પુલવામા હુમલા બાદ અનેક પ્રકારના સવાલ ઊભા થયા હતા. વિપક્ષે ત્યારે પણ સવાલ ઉઠાવ્યા હતા કે જમ્મુ-કાશ્મીરમાં સેનાનો મોટો કાફલો જઈ રહ્યો હતો. એવામાં એક સામાન્ય કાર કાફલાની વચ્ચે કેવી રીતે પહોંચી. કારમાં ભારે માત્રામાં વિસ્ફોટક ભરેલો હતો. સવાલ ઊભા થયા કે આટલી ભારે માત્રામાં વિસ્ફોટક ત્યાં સુધી પહોંચ્યા કેવી રીતે? પુલવામા હુમલાના 13મા દિવસે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરી ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ થયેલી ચૂંટણી રેલીઓમાં પીએમ મોદીએ અનેકવાર કહ્યું કે આપણે ઘરમાં ઘૂસીને મારીશું. ત્યારે પણ કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે પીએ મોદી પુલવામા હુમલા અને એરસ્ટ્રાઇકનો ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, પુલવામાની પહેલી વરસી : શહીદ જવાનોની યાદમાં બનાવાયેલા સ્મારકનું આજે થશે ઉદ્ઘાટન
  Published by:Mrunal Bhojak
  First published: