મોદી માલ્યાના દાવાની સ્વતંત્ર તપાસ કરાવે: રાહુલ ગાંધી

ફાઇલ તસવીર

દેશને હજારો કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ફરાર થઇ જનારા અને રંગીન મીજાજી વિજય માલ્યા અંગે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીના નિવેદને રાજકીય વિવાદને ઊભો કર્યો છે.

  • Share this:
    દેશને હજારો કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ફરાર થઇ જનારા અને રંગીન મીજાજી વિજય માલ્યા અંગે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીના નિવેદને રાજકીય વિવાદને ઊભો કર્યો છે. વિજય માલ્યાએ લંડન કોર્ટમાં સુનાવણીમાં દાવો કર્યો હતો કે, દેશ છોડ્યા પહેલા તેમણે સેટલમેન્ટને લઇને નાણાંમંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. માલ્યાના આ નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખો મામલાની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરી છે.

    રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલો આરોપ ગંભીર છે. વડાપ્રધાને આ અંગે તરત જ સ્વતંત્ર તપાસ કરાવી જોઇએ. જ્યાં સુધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી અરુણ જેટલી નાણાંમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઇએ.

    વિજય માલ્યાએ કહ્યું- 'દેશ છોડ્યા પહેલા નાણામંત્રીને મળ્યો હતો'

    સીનિયર એડવોકેટ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ લાંબા સમયથી એવું કહી રહ્યા છે કે માત્ર વિજય માલ્યા જ નહીં પરંતુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી અને અન્ય લોકોને કોઇ જ કાર્યવાહી વગર જવા દીધા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે વિજય માલ્યા તો અરુણ જેટલી સાથે મળ્યા, વિદાય લઇને, દેશના પૈસા લઇને ભાગ્યા છે? ચોકીદાર નહીં ભાગીદાર છે.

    જેટલીએ બ્લોગ લખીને આપ્યો જવાબ

    માલ્યાને ભારત છોડ્યા પહેલા નાણાંમંત્રી સાથે મુલાકાત કર્યાના સમચાારને ઉપર અરુણ જેટલીએ બ્લોગલખીને નકારી કાઢ્યા હતા. જેટલીએ લખ્યું છે કે "વિજય માલ્યાએ કહ્યું કે, ભારત છોડ્યા પહેલા સેટમેન્ટ ઓફરને લઇને મને મળ્યા હતા. તથ્યના આધાર પર આ નિવેદન એકદમ ખોટું છે. 2014થી અત્યાર સુધી મેં માલ્યા સાથેની મુલાકાત માટે એકપણ એપોઇન્ટમેન્ટ આપી નથી. તો મને મળવા અંગેનો કોઇ પ્રશ્નજ નથી." પોતાના બ્લોગમાં જેટલીએ લખ્યું કે,"જોકે, આ (માલ્યા) રાજ્યસભાના સભ્ય હતા. જો ક્યારેક ક્યારેક સંસદમાં આવતા હતા. સંસદની કાર્યવાહી પછી પોતાની ઓફિસ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ દોડતા મારી તરફ આવ્યા હતા. તે દરમિયા તેમણે મને કહ્યું હતું કે, હું સેટલમેન્ટ માટે એક ઓફર તૈયાર કરી રહ્યો છું."
    Published by:ankit patel
    First published: