લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે બુધવારે ગઠબંધનની જાહેરાત કરી દીધી. બંને પાર્ટીઓએ 'ધર્મનિરપેક્ષ શક્તિઓને' મજબૂત કરવા માટે 'રાષ્ટ્રીય હિત'નું પગલું ગણાવ્યું.
જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની 6 સીટ છે. ત્રણ કાશ્મીર ઘાટી, 2 જમ્મુ ક્ષેત્ર અને 1 લદાખમાં છે. જમ્મુમાં નેશનલ કોન્ફરન્સ 2 સીટો પર કોંગ્રેસની મદદ કરશે, બીજી તરફ કોંગ્રેસ માત્ર શ્રીનગર સીટ પર નેશનલ કોન્ફરન્સની મદદ કરશે. બીજી તરફ, લદાખ સીટ પર હજુ નિર્ણય લેવાનો બાકી છે.
કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદ અને નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ફારૂક અબ્દુલ્લાએ સંયુક્ત રીતે મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસ જમ્મુ અને ઉધમપુર લોકસભા સીટો પર ચૂંટણી લડશે. બીજી તરફ, નેશનલ કોન્ફરન્સ શ્રીનગરથી લડશે. પાર્ટીઓએ કહ્યું કે તેમીન પાસે બે સીટો પર 'ફ્રેન્ડલી પ્રતિયોગિતા' થશે.
પાર્ટી સૂત્રોએ કહ્યું કે વાતચીત દરમિયાન, નેશનલ કોન્ફરન્સ ઘાટીમાં ત્રણ સીટો પર લડવા માટે મક્કમ હતું. જોકે, કોંગ્રેસ ત્રણ ક્ષેત્રોથી સરખી ભાગીદારીની માંગ કરી રહી હતી. નેશનલ કોન્ફરન્સના પ્રાંતીય અધ્યક્ષ નાસિર અસલમે ન્યૂઝ18ને જણાવ્યું કે, જ્યારે અમે રાષ્ટ્રના હિતમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યું, તો અમે પાર્ટીના હિતોને અવગણી ન શકો. જમ્મુમાં કોંગ્રેસનું સમર્થન કરતાં, અમે અનંતનાગ અને બારામૂલામાં એક-બીજા સામે લડીશું.
નેશનલ કોન્ફરન્સના મોટાભાગના નેતા આ નિર્ણયથી સંતુષ્ટ હતા, બીજી તરફ કોંગ્રેસના નેતા નાખુશ લાગી રહ્યા હતા. નામ ન પ્રકાશિત કરવાની શરતે એક સિનિયર કોંગ્રેસ નેતાએ ન્યૂઝ18ને જણાવ્યું કે, જો નેશનલ કોન્ફ્રેંસ ધર્મનિરપેક્ષ તાકાતોને મજબૂત કરવા માટે લડી રહ્યું છે, તો તેઓએ અમને સરખો હિસ્સો આપવો જોઈએ. એવું લાગે છે કે અમારી પાર્ટી નેશનલ કોન્ફરન્સના દબાણમાં ઝૂકી ગઈ છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલઝાર અહમદ કહે છે કે, અમે નેશનલ કોન્ફરન્સની માંગો પર સહમત નથી, કારણ કે અમારા માટે અમારા કાર્યકર્તાઓને એનસીને વોટ આપવા માટે કહેવું સરળ નથી. અમારા અનુભવને જોતા આ વોટા ટ્રાન્સફર નથી થતાં, પરંતુ તે તે કાર્યકર્તાઓની સંખ્યાને પ્રભાવિત કરે છે જે પાર્ટીની પાસે પહેલાથી હતા.
કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, પાર્ટીમાં આ નિર્ણય પર અલગ-અલગ મત છે. ગાંધી પરિવારના નિકટતમ માનવામાં આવતાં જિએ મીર રાજ્યમાં કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા છે. કેટલાક નેતાઓનું પાર્ટીના રાજ્ય નેતૃત્વ અંગે પણ વિરોધ છે. એક સિનિયર નેતાએ કહ્યું કે, મીર રાજ્ય કોંગ્રેસના પ્રમુખ છે છતાંય અમારી અડધી કેડર ગુલાબ નબી આઝાદને રિપોર્ટ કરવાનું પસંદ કરે છે.
કોંગ્રેસમાં હાલમાં વધુ એક આંતરિક સંકટ છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે સિનિયર નેતા જેમને કાશ્મીરમાં લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવે છે, તેઓ ચૂંટણી નથી લડવા માંગતા.
પાર્ટીના એક નેતાએ કહ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં, જિએ મીર અમારા સંભવિત ઉમેદવારના રૂપમાં છે, પરંતુ તેઓ હાલ ચૂંટણી લડવા માટે તૈયાર નથી અને એક જૂનિયર નેતાને મેદાનમાં ઉતારવા માંગે છે.
કાશ્મીર ઘાટીમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ રેકોર્ડનો સામનો કરવો પડ્યો છે. કાશ્મીરથી પાર્ટીના છેલ્લા લોકસભા સભ્ય કોંગ્રેસના પ્રમુખ મુફ્તી મોહમ્મદ સઈદ હતા. તેઓએ વર્ષ 1998માં અનંતનાગ સીટથી જીત નોંધાવી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરથી એક પણ કોંગ્રેસનો સાંસદ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર