જ્યારે રાહુલ ગાંધીએ સુરક્ષાના કારણે નામ બદલીને કર્યુ હતું કામ

રાહુલની સાથે કામ કરનારા તેમને 'રોલ વિંસી'ના નામે ઓળખતા હતા

News18 Gujarati
Updated: June 19, 2019, 11:54 AM IST
જ્યારે રાહુલ ગાંધીએ સુરક્ષાના કારણે નામ બદલીને કર્યુ હતું કામ
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર (Image: Reuters)
News18 Gujarati
Updated: June 19, 2019, 11:54 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 49મો જન્મ દિવસ છે. રાહુલ ગાંધીએ રાજકીય પરિવારમાં જન્મ લીધો હોવાના કારણે અનેક હૃદય કંપાવનારી ઘટનાઓનું પણ સાક્ષી બનવું પડ્યું. 1984માં તેમની દાદી ઈન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ 1991માં પિતા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. આ ઘટનાઓના કારણે તેમનું નાનપણ સુરક્ષાકર્મીઓની વચ્ચે પસાર થયું.

હાયર સ્ટડીઝ માટે વિદેશમાં પણ તેમની સુરક્ષા ઘણો મોટો મુદ્દો રહી. અહેવાલો મુજબ, સુરક્ષાને જોતા માત્ર તેમની સુરક્ષા એજન્સી અને યુનિવર્સિટી કમિટીને જ તેમની સાચી ઓળખ ખબર હતી. રાહુલ નાનપણથી એક સામાન્ય જિંદગીથી દૂર રહ્યા હતા. તેમને આ તક લંડનમાં મળી.

આ પણ વાંચો, 49 વર્ષના થયા રાહુલ ગાંધી, PM મોદીએ લાંબા આયુષ્યની કરી કામના

અભ્યાસ બાદ રાહુલે એક સામાન્ય નાગરિકની જેમ લંડનમાં મોનિટર ગ્રુપની સાથે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ. અહીં પણ તેમની સુરક્ષાને જોતાં તેમની ઓળખ છુપાવવી પડી. કહેવાય છે કે, ત્યારે રાહુલને 'રોલ વિંસી'ના નામથી ઓળખવામાં આવતા હતા. તેમની સાથે કામ કરનારા લોકો પણ નહોતા જાણતા કે રાહુલ ગાંધી પરિવારમાંથી આવે છે.

આ પણ વાંચો, Rahul@49: કોંગ્રેસે વીડિયો શેર કરી કહ્યુ- અમને તમારા પર ગર્વ છે
First published: June 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...