વિધાનસભા ચૂંટણીમાં પેરાશૂટ ઉમેદવારને ટિકિટ નહીં મળેઃ જયપુરમાં રાહુલ

News18 Gujarati
Updated: August 11, 2018, 6:04 PM IST
વિધાનસભા ચૂંટણીમાં પેરાશૂટ ઉમેદવારને ટિકિટ નહીં મળેઃ જયપુરમાં રાહુલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જયપુરમાં રોડ શો યોજ્યો હતો

રાહુલે એરપોર્ટથી રામલીલા મેદાન સુધી 13 કિમીનો રોડ શો કર્યા બાદ રામલીલા મેદાનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જયપુરમાં રોડ શો યોજ્યો હતો. એરપોર્ટથી રામલીલા મેદાન સુધી 13 કિમીનો રોડ શો કર્યા બાદ રામલીલા મેદાનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે રોડ શોની મદદથી રાજસ્થાનની જનતા અને યુવાનોનો મૂડ જાણવા મળ્યો.

રાહુલે મોદી પર પ્રહાર કરતાં જણાવ્ચું કે પીએમએ મારા સવાલના જવાબ આપ્યા નહીં, 15 લાખ રૂપિયા બેંકમાં જમા કરવાના મુદ્દે મોદીને આડેહાથ લેતા રાહુલે કહ્યું કે મોદી ભ્રષ્ટાચાર મુદ્દે ચૂપ છે, વસુંધરા સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતોની આત્મહત્યા મુદ્દે સરકાર ચુપ કેમ છે. રાજસ્થાનમાં મહિલાઓ ઘરની બહાર નીકળી શકતી નથી. કેન્દ્ર સરકાર બેટી બચાઓના નારા આપે છે, પરંતુ હકીકત તેનાથી જૂદી છે.

જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવતા રાહુલે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે એક લેવલની જીએસટી લાગુ કરશે. નોટબંદીથી નાના વેપારીઓને નુકશાન પહોંચ્યું છે. ભાજપના રાજમાં આદિવાસી પર અત્યાચાર થઇ રહ્યાં છે. રાહુલે કહ્યું કે ચૂંટણી બાદ કોંગ્રેસના કાર્યકર્તાની સરકાર બનશે, તેમાં કાર્યકર્તાની સુનાવણી થશે, આ વખતે એક પણ પેરાશૂટવાળા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે નહીં, કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે.

એરપોર્ટથી રામલીલા મેદાન સુધી 13 કિમીનો રોડ શો કર્યા બાદ રામલીલા મેદાનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા


આ પહેલા એરપોર્ટ પર રાહુલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી એરપોર્ટથી રામલીલા મેદાન સુધી રાહુલ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. રામલીલા મેદાનમાં આયોજીત કોંગ્રેસના પ્રતિનિધિ સમ્મેલનમાં માત્ર પાસધારી નેતા તથા કાર્યકર્તાઓને જ એન્ટ્રી આપવામાં આવી હતી. સમ્મેલન માટે રામલીલા મેદાનમાં છ હજાર ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
First published: August 11, 2018, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading