તેલંગાણામાં રાહુલે કહ્યું- મોદી સાથે મળેલા છે KCR, શું તેમણે ક્યારેય કહ્યું 'ચોકીદાર ચોર હૈ'?

રાહુલ ગાંધીએ તેલંગાણાના ઝાહિરાબાદમાં રેલી સંબોધી

ચૂંટણી રેલી સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટીઆરએસ અને ભાજપ પર પ્રહારો કર્યા હતા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: તેલંગાણાના ઝાહિરાબાદમાં ચૂંટણી રેલી સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટીઆરએસ અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, શું તમારા સીએમે ક્યારેય રાફેલનો મુદ્દો ઉઠાવ્યો? શું તેમણે ક્યારેય 'ચોકીદાર ચોર હૈ' કહ્યું?

  રાહુલે કહ્યું કે, ટીઆરએસ અને તેમના સાંસદ નરેન્દ્ર મોદીની મદદ કરે છે. મોદી અને ભાજપ વિરુદ્ધ માત્ર કોંગ્રેસ જ લડી રહી છે, ટીઆરએસ નહીં, આ સમગ્ર દેશ જાણે છે. તેમણે કહ્યું કે, મોદીએ દેશની જનતાને વાયદો કર્યો હતો કે બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આપવામાં આવશે. પરંતુ કોઇને આજ સુધી નથી મળ્યાં.

  રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના લોકોએ વોટ આપીને મોદીને ચોકીદાર બનાવ્યા, પરંતુ તે દેશના સૌથી મોટા ચોરના ચોકીદાર બની ગયા. વડાપ્રધાનનું કામ છે સવારે ઉઠવું અને દેશના સૌથી પૈસાદાર 10-15 લોકોની મદદ કરવી. ચોર લોકોની મદદ કરવી.

  આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ફેસબુકનો કોંગ્રેસને આંચકો, 687 પેજ અને એકાઉન્ટને હટાવ્યા

  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તેલંગાણામાં ત્રણ રેલી સંબોધશે. તેઓ ઝાહિરાબાદ ઉપરાંત વાનાપર્થી અને હુઝૂરનગરમાં રેલી સંબોધવાના છે.
  Published by:Azhar Patangwala
  First published: