રાહુલ પોલિટિકલી મેચ્યોર નથી, ચિઠ્ઠી વાંચીને આપે છે સ્પીચ: દેવગૌડા

પૂર્વ વડાપ્રધાન દેવે ગોડા

 • Share this:
  જનતા દળ સેક્યુલર (JDS)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક નિવેદનનો હાસ્યાસ્પદ જવાબ આપ્યો છે. જેમાં તેણે કહ્યું હતું કે કર્ણાટકના યુવાનો ભાજપ વિરોધી છે. અને આ યુવાનોને શાંત કરવા માટે તેમની પાર્ટી કામ કર રહી છે.

  CNN-News18ના રિપોર્ટર દીપા બાલાકૃષ્ણનન સાથેની એક્સક્લુસઝિવ વાતચીતમાં દેવગૌડાએ કહ્યું, 'રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઘણી ખામી છે. તેમને અત્યાર સુધીમાં દેશના લઘુમતીઓના ઉત્કર્ષમાં JDSનું શું અને કેટલું યોગદાન છે તે સમજાયું નહીં. રવિવારે એક ચૂંટણી રેલી દરમિયાન દેવગૌડા કોંગ્રેસના અધ્યક્ષના આરોપો પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતા.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ JDSને ભાજપની 'બી-ટીમ' તરીકે બતાવી છે. રાહુલ ગાંધીનું કહવું છે કે કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ સિવાય કોઈ અન્ય પાર્ટીને વોટ આપવો તેનો સિધો મતલબ છે. ભાજપને ફાયદો પહોંચાડવો.

  દેવગૌડા સાથેની મુખ્ય વાતચીતના અંશો:

  સવાલ નંબર -1
  JDSને ભાજપની ટીમ B કહેવામાં આવે છે, જેના પર તમારો પ્રતિભાવ શું છે?
  રાહુલ ગાંધીએ પ્રથમ કર્ણાટકની રાજનીતિને સમજવી જોઈએ. તેમણે રાજ્યને લોકલ નેતા જો બતાવી રહ્યાં છે. રાહુલ તે જ કહી રહ્યા છે. રાહુલ હજુ પણ યુવાન છે અને રાજકીય રીતે પરિપક્વ નથી. તેને હજુ વિકસિત અને પરિપક્વ નેતૃત્વ માટે ઘણું લાંબું અંતર કાપવું પડશે.

  રાહલે સૌ પ્રથમ એ સમજવું પડશે કે પીએમ અને કર્ણાટકના સીએમ રહેતા મે લઘુમતીઓ માટે શું કર્યું છે? ત્યારે રાહુલ ભારતમાં ન હતા. ત્યારે તેઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં હતા. ખરેખર તેમને આ અંગે તેમની માતા સોનિયા ગાંધીને ચોક્કસપણે પૂછવું જોઈએ.

  રાહુલ ગાંધીને પક્ષ વિશે કેવી રીતે વાત કરવી તે પણ ખબર નથી, કે જેનું નેતૃત્વ પૂર્વ પ્રધાનમંત્રી કરી રહ્યાં હોય. તે હજું પણ ચીઠ્ઠી વાંચીને ભાષણ આપે છે. તેમાં જે લખવામાં આવ્યું હોય છે તે જ બોલે છે. રાહુલ મારી પાસેથી પ્રમાણપત્ર માંગે છે? મેં જ ઇદગાહ મેદાનનો વિવાદ ઉકેલી દીધો હતો. દેશમાં આરક્ષણ લાવોવાળો પણ હું જ હતો.

  સવાલ નંબર -2
  બિનસાંપ્રદાયિક પક્ષોને એક સાથે લાવવા માટે એક રાષ્ટ્રીય ઝુંબેશ ચાલી રહી છે. જેમાં જે.ડી.એસ. ક્યાં છે?
  વર્ષ 2019ની ચૂંટણી લડવા માટે બે પ્રકારના અભિપ્રાયો અને બે પ્રકારના અભિગમો કામ કરી રહ્યા છે. એક એનડીએ વિરોધી અથવા ભાજપ વિરોધી છે. જેઓને એવું લાગે છે તેઓ ઇચ્છે છે કે તમામ બિનસાંપ્રદાયિક પક્ષો એક સાથે આવે.

  અન્ય વિચારધારાવાળા લોકો ઇચ્છે છે કે, એક એવો મોર્ચો હોય કે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનો સમાવેશ થતો ન હોય. વર્ષ 2019ની ચૂંટણી લડવા માટે અન્ય તમામ ક્ષેત્રીય પાર્ટીઓએ એક સાથે આવવું જોઈએ. એ અમારી સ્થિતિ છે.

  પરંતુ અત્યારે હું મારી જાતને કર્ણાટક સુધી જ મર્યાદિત કરીશ. આગામી 65 દિવસ માટે, હું રાષ્ટ્રીય રાજકારણમાં મારૂ મન મૂકીશ નહીં. વિધાનસભા ચૂંટણીનો અંત આવે ત્યાં સુધી મારૂ ધ્યાન કર્ણાટક પર કેન્દ્રિત રહેશે. હું દિલ્હી પણ નહીં જાઉં, કારણ કે દરેક મિનિટ મારા માટે કિંમતી છે.

  સવાલ નંબર -3
  મુખ્યમંત્રી સિદ્ધામૈયાએ કહ્યું કે તે તમારા પરિવારના સભ્યોને આ ચૂંટણીમાં હરાવવા માંગે છે?
  સિદ્ધામૈયા કોણ છે? તેઓને રાજ્યની સૌથી ખરાબ સરકારોમાં ગણવામાં આવે છે. અહીં કોઈ કાયદો અને વ્યવસ્થા નથી, ફક્ત ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. જો તેઓ વિચારે છે કે જો તેઓ કેટલીક જાહેરાત આપીને આ ખામીઓમાંથી બહાર આવે છે, તો તે સપનું જોઈ રહ્યાં છે.

  સવાલ નંબર -4
  પરંતુ તેઓ તમને તમારા નગર હસનમાં લઈ જવા માગે છે?
  - તે મને પહેલેથી જ હસન તરફ લઇ ગયા છે. તેમને પગલાં લેવા દો. આપણે ચૂંટણી પરિણામોની રાહ જોવી જોઈએ.

  સવાલ નંબર -5
  આ વખતે ત્રિશંકુ વિધાનસભા થાય તેવી સંભાવના છે. જો આવું જાય તો જેડીએસ કોની સાથે જશે?
  - કોઈની સાથે જવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો . અમે વિરોધમાં બેસીશું અને સાચા વિપક્ષના રૂપમાં કામ કરીશું. કુમારસ્વામી (તેમનો પુત્ર) નેતા રહેશે.
  Published by:Nisha Kachhadiya
  First published: