રાહુલનો સરકાર પર હુમલો, ખાલી ભાષણ નહીં યુવાનોને નોકરી આપો

રાહુલનો સરકાર પર હુમલો, ખાલી ભાષણ નહીં યુવાનોને નોકરી આપો
રાહુલ ગાંધી

મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થાને ડૂબાડી દેશે.

 • Share this:
  રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી ટ્વિટર (Twitter)ના માધ્યમથી મોદી સરકાર (Modi Goverment) પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના નવા ટ્વિટરમાં (Tweet) લખ્યું છે કે મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે. અહંકારના કારણે તે JEE-NEETના ઉમેદવારોની વિસ્તાવિક ચિંતાની સાથે એસએસસી અને અન્ય પરીક્ષાની માંગણી કરનારને નજર અંદાજ કરી રહ્યા છે. નોકરી આપો, ખાલી નારા ના લગાવો(Give jobs, not empty slogans).

  આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Former Congress President Rahul Gandhi) જીડીપી વિકાસ દર (GDP Growth Rate) મોટા ઘટાડાને લઇને મંગળવારે સરકાર પર ટિપ્પણી કરી હતી અને દાવો કર્યો હતો કે અર્થવ્યવસ્થાની બર્બાદી નોટબંધીથી શરૂ થઇ અને તે પછી એક પછી એક ભૂલો કરવામાં આવી. આ ટ્વિટમાં તેમણે કહ્યું કે જીડીપી-23.9 ટકા થઇ ગઇ છે. દેશની અર્થવ્યવસ્થા નોટબંધીથી શરૂ થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી સરકારે એક પછી એક ખોટી નીતિઓની લાઇન લગાવી છે.
  કોંગ્રેસમહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યો છે કે સરકાર દેશની અર્થવ્યવસ્થાને ડૂબાડી દેશે. તેમણે ટ્વિટ કર્યું છે કે આજેથી 6 મહિના પહેલા રાહુલ ગાંધીજી આર્થિક સુનામી આવવાની વાત કહી હતી, કોરોના સંકટમાં હાથીના દાંત બતાવવા માટે પેકેજ જાહેર કર્યું પણ આજે હાલાત જુઓ.


  જીડીપી-23.9 ટકા પડી ગઇ છે. ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને ડૂબાડી દીધી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે મોદીજી, હવે તો માની લો કે જેને તમે માસ્ટરસ્ટ્રોક કહ્યું હતું તે ખરેખરમાં ડિજાસ્ટર સ્ટ્રોક હતું. નોટબંધી, ગલત જીએસટી અને દેશબંધી
  Published by:Chaitali Shukla
  First published:September 01, 2020, 18:12 pm

  ટૉપ ન્યૂઝ