રાહુલે કહ્યું - ગહેલોત અને કમલનાથે પાર્ટીની ઉપર જઈને દીકરાઓને ટિકિટ અપાવી

News18 Gujarati
Updated: May 26, 2019, 12:51 PM IST
રાહુલે કહ્યું - ગહેલોત અને કમલનાથે પાર્ટીની ઉપર જઈને દીકરાઓને ટિકિટ અપાવી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ યોજાઈ રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ બળાપો ઠાલવ્યો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકે રાહુલ ગાંધીનું રાજીનામું ફગાવી દીધું છે. રાહુલે લોકસભાની હારની જવાબદારી સ્વીકારતા અધ્યક્ષ પદ છોડવાની ઓફર કરી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને કમલનાથ પર બળાપો ઠાલવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ નેતાઓએ પાર્ટીના હિતની ઉપર જઈને દીકરાઓને ટિકિટ અપાવવા દબાણ કર્યુ હતુ.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, બેઠકમાં રાહુલ ગાંધી ગુસ્સામાં જોવા મળ્યા હતા રાહુલ ગાંધીએ આક્ષેપ મૂક્યો હતો કે વરિષ્ઠ નેતાઓએ તેમના દિકરાઓને  ટિકિટ અપાવવા માટે દબાણ કર્યુ હતુ. અહેવાલ મુજબ રાહુલે આ વાત કોંગ્રેસના નેતા જ્યોતિરાદીત્ય સિંધિયાની ટિપ્પણી કરી હતી જેમાં સ્થાનિક નેતાઓને તૈયાર કરવાની વાત હતી. રિપોર્ટ મુજબ રાહુલે કહ્યું કે પાર્ટીએ એ રાજ્યોમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યુ જ્યાં તેમની સરકાર હતી. તેમણે કહ્યું રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત અને મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે તેમના દીકરાઓને ટિકિટ અપાવવા માટે દબાણ કર્યુ જ્યારે કે બંનેના દિકરા કોંગ્રેસમાં કામ નથી કરતા. રાહુલે આ સંદર્ભમાં ચિદમ્બરમનું નામ પણ ઉમેર્યુ હતું.

આ પણ વાંચો : રાહુલ રાજીનામું આપવા મક્કમ, કહ્યુ- કોઈ નૉન ગાંધીને બનાવો અધ્યક્ષ

રાહુલે હારની જવાબદારી સ્વીકારી
આ બેઠકમાં રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી હતી અને પ્રમુક તરીકે રાજીનામું આપવાની ઑફર કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી પ્રમુખ પદ છોડી અને કોંગ્રેસની વિચારધારા માટે કામ કરતા રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા રાજીનામું આપ્યું ત્યારે થોડા ભાવુક પણ થઈ ગયા હતા. જ્યારે રાહુલે રાજીનામાની વાત કરી ત્યારે ચિદમ્બરમે તો ત્યાં સુધી કહી દીધું હતું કે દક્ષિણ ભારતમાં લોકો આ આઘાત સહન નહીં કરી શકે અને આત્મહત્યા કરી લેશે.આ પણ વાંચો :  જ્યારે શુભેચ્છા આપવા આવી સાધ્વી પ્રજ્ઞા, મોદીએ ફેરવી લીધું મોં

આ બેઠકમાં રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ, મહાસચિવ પ્રિયંકા વાડ્રા તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત હતા.
First published: May 26, 2019, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading