RBIના પૂર્વ ગવર્નર એન. રઘુરામ રાજને પણ બુધવારે ભારત જોડો યાત્રા (RBI Governor Raghuram Rajan in Bharat Jodo Yatra)માં ભાગ લીધો હતો. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને રઘુરામ રાજન વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. યુપીએ સરકારમાં રઘુરામ રાજનને આરબીઆઈના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. રઘુરામ રાજન આર્થિક મુદ્દાઓ પર પોતાના નિખાલસ વિચારો માટે જાણીતા છે.
#WATCH | Former RBI Governor Raghuram Rajan briefly joins the Congress party's Bharat Jodo Yatra. The Yatra resumed this morning from Bhadoti of Sawai Madhopur in Rajasthan. pic.twitter.com/KAQSonrfxE
દૌસામાં પાંચ દિવસીય ભારત જોડો યાત્રા થશે. આ યાત્રાને 16 ડિસેમ્બરે 100 દિવસ પૂરા થશે. રાહુલ ગાંધીની યાત્રા હવે સચિન પાયલટના પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. યાત્રામાં પાયલટ સમર્થકોની સંખ્યા પણ વધવા લાગી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, રાહુલ ગાંધી યાત્રાના 100 દિવસ પૂરા થવા નિમિત્તે 16 ડિસેમ્બરે જયપુરની મુલાકાત લેશે. ત્યાં સુનિધિ ચૌહાણના સંગીત કાર્યક્રમમાં રાહુલ અને તમામ મુસાફરો હાજરી આપશે.
પ્રિયંકા ગાંધી પરીવાર સાથે થઇ યાત્રામાં સામેલ
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં છે. ત્યારે અહીં પ્રિયંકા ગાંધી, તેમના પતિ રોબર્ટ વાડ્રા તેમની પુત્રી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પોતાની દીકરી સાથે કેટલીક ખુશીની પળો વિતાવી હતી અને બંને હસતા અને ખુશ જોવા મળ્યા હતા. આ દરમિયાન હજારો મહિલાઓએ યાત્રામાં ભાગ લીધો હતો અને રાહુલ-પ્રિયંકા સાથે ચાલતી-દોડતી જોવા મળી હતી. આ મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી અને તેમની શુભેચ્છાઓ સહર્ષ સ્વીકારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર