ન્યૂઝ 18 ગુજરાતી: દેશના નાણા મંત્રી બનવાની અટકળો વિશે જવાબ આપતા રઘુ રામ રાજને કહ્યું હતું કે તેમને કોઈ સારી તક મળે તો પરત ફરી શકે છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના પૂસ્તક 'ધી થર્ડ આઈ'ના લોકાર્પણ પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું હતું.
રઘુ રામ રાજને જણાવ્યું હતું કે “હું જ્યાં છું ત્યા ખૂબ જ ખુશ છું પરંતુ જો માર માટે દેશમાં કોઈ અવસર હશે તો ચોક્કસ હું તેના માટે તૈયાર છું” હાલમાં રઘુ રામ રાજન અમેરિકાના શિકાગોની બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાં પ્રાધ્યાપક છે. મંગળવારે જ યોજાયેલા એક કાર્યક્રમમાં રઘુ રામ રાજને દેશના વિકાસ દર પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે GDPનો 7 ટકાનો દર ધૂંધળો છે. સારા અર્થશાસ્ત્રી પાસે ડેટાનું વિશ્લલેષણ કરાવવામાં આવે તો દેશનો સાચો GDP જાણવા મળી શકે છે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે જો તેઓ ભારતના નાણામંત્રી બનશે તો તેમની પ્રાથમિકતા જમીન સંપાદન, બેન્કિંગ સિસ્ટમની સ્વચ્છતા રહેશે.
રાજકીય અટકળો રાજકીય સર્કલમાં એવી ચર્ચા થઈ રહી છે કે જો દેશમાં એનડીએને બહુમતી ન મળે અને તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બીએસપી, અને ટીડીપી સહિત મહાગઠબંધનની સરકાર બને તો રઘુ રામ રાજનને નાણા મંત્રી બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે રઘુરામ રાજન એ ટોચના અર્થશાસ્ત્રીઓમાં છે, જેમની સલાહ કોંગ્રેસે મિનિમમ ઇનકમ ગેરેન્ટી સ્કિમ તૈયાર કરવા માટે લીધી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર