રઘુરામ રાજને કહ્યું,'પત્નીએ કહ્યું હતું કે રાજકારણમાં આવીશ તો છોડીને જતી રહેશે'

News18 Gujarati
Updated: April 27, 2019, 2:19 PM IST
રઘુરામ રાજને કહ્યું,'પત્નીએ કહ્યું હતું કે રાજકારણમાં આવીશ તો છોડીને જતી રહેશે'
રઘુરામ રાજનની ફાઇલ તસવીર

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સ્પષ્ટ કર્યુ છે કે તે પત્નીના કારણે રાજકારણમાં નથી આવ્યા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જાણીતા અર્થશાસ્ત્રી અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે તે રાજકારણમાં નહીં પ્રવેશે. બિઝનેસ ન્યૂઝ પેપર મિંટને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે પત્નીના કારણે તેઓ રાજકારણમાં જોડાયા નથી. તેમણે કહ્યું કે પત્નીએ ચેતાવણી આપી હતી કે રાજકારણમાં જોડાયા તો છોડીને જતી રહેશે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે હું ભાષણ આપી અને વોટ માંગવાનું કામ ન કરી શકું. રાજન તાજેતરમાં જ ચેન્નાઈ આવ્યા હતા જ્યાં તેઓ કેરિયા નામની લિબરલ આર્ટ્સ યૂનિવર્સિટીના પ્રમોશન માટે આવ્યા હતા.

રઘુરામ રાજને આપેલા જવાબના અંશો

રાજને કહ્યું હતું કે હું દેશની મદદ કરવા માંગુ છું. મને આ કામમાં ખુશી મળે છે. કેટલાક લોકોને મારી સલાહ જોઈતી હોય છે અને હું તેનાથી ખુશ થાવ છું. જો કોંગ્રેસની સરકાર બની તો રાજન નાણા મંત્રી બનશે તેવી અટકળોનો જવાબ આપતા તેમણે કહ્યું કે શિક્ષણ આપવું મારૂ પ્રાથમિક કામ છે. મને આ કામ ગમે છે. મેં તાજેતરમાં જ એક પુસ્તક થર્ડ પિલર લખ્યું હતું અને હું તેનાથી ખુશ છું.

નવી સરકારના બદલાવ વિશે રાજને કહ્યું કે જ્યારે પણ નવી સરકાર બને છે ત્યારે જૂની સરકાર પરત ફરે છે સૌથી પહેલાં સરકારે રિફોર્મ્સ પર કામ કરવું જોઈએ. બેરોજગારી ખાલી ભારતની સમસ્યા નથી સમગ્ર વિશ્વની સમસ્યા છે. શું જે રોજગારીની તકો ચીનમાંથી નીકળી ગઈ છે તેને ભારતમાં ન લાવી શકાય ? આ તમામ કામ થઈ શકે છે.

તમારા પત્ની કોણ છે ? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મારા પત્ની રાધિકા રાજન છે. રાધિકા ખૂબ જ શિક્ષિત મહિલા છે. તેમણે આઈઆઈટી દિલ્હીથી બીટેક અને આઈઆઈઆઈએમ અમદાવાદમાંથી PGDBM અને MIT સોલન સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી પીએચડી કર્યુ છે.
First published: April 27, 2019
વધુ વાંચો
अगली ख़बर