એરફોર્સના વડાના ઘરની બહાર મૂકાયું રાફેલનું મૉડલ, મુખ કોંગ્રેસ ઑફિસ તરફ રખાયું

એરફોર્સના વડા બીકે ધનાઓના નિવાસ સ્થાનની બહાર રાફેલનું મૉડલ મૂકાયું હતું.

નવી દિલ્હીના 24 અકબર રોડ પર આવેલા એરફોર્સના વડાના સરકારી નિવાસની બહાર આ મૉડલ રાખવામાં આવ્યું છે પરંતુ રાફેલનું મુખ કોંગ્રેસની ઑફિસ બાજુ રખાયું છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : રાજકારણનો મુદ્દો બનેલું ફાઇટર પ્લેન રાફેલ ફરી ચર્ચામાં છે. હાલમાં જ એરફોર્સના વડા બીકે ધનોઆના નિવાસ સ્થાનની બહાર રાફેલનું મૉડલ મૂકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીના 24 અકબર રોડ પર આવેલા એરફોર્સના વડાના ઘરની સામે કોંગ્રેસની ઑફિસ આવેલી છે. રાફેલનું મુખ કોંગ્રેસ ઑફિસ તરફ રખાયેલું હોવાથી રાફેલ ફરીથી ચર્ચામાં છે.

  ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એરફોર્સના વડાના નિવાસની બહાર એક ફાઇટર પ્લેનનું મૉડલ રાખવામાં આવ્યું હતું. દેશની એરફોર્સે રાફેલની ખરીદી કરી તેના પહેલાં ભારત પાસે રશિયન બનાવટનું સુખોઈ સૌથી અત્યાધુનિક ફાઇટર પ્લેન હતું. અગાઉ રાફેલના સ્થાને સુખોઈનું મૉડલ એરફોર્સના વડાના ઘરની બહાર રાખવામાં આવ્યું હતું. જોકે, હવે સુખોઈનું સ્થાન રાફેલે લીધું છે.

  આ પણ વાંચો :  કોંગ્રેસ માટે સારા સમાચાર,કર્ણાટક નગર નિગમની ચૂંટણીમાં 500 બેઠકો પર જીત

  જાણકારોના જણાવ્યા મુજબ રાફેલ એરફોર્સમાં 'ગોલ્ડન એરો' 17 સ્ક્વોડ્રનનો ભાગ બનશે. આ યૂનિટને 1999ના કારગીલ યુદ્ધ દરમિયાન બીકે ધનોઓ લીડ કરી ચુક્યા છે. ભારતીય વાયુ સેનાને આગામી સપ્ટેમ્બર મહિનામાં રાફેલની પ્રથમ ડિલિવરી મળશે. પ્રથમ ડિલિવરીમાં દેશમાં ચાર રાફેલ વિમાન જોડાશે. જોકે, આ વિમાનોનો પ્રોફેશનલ ઉપયોગ કરતાં પહેલાં ભારતની એરસ્પેસમાં તે 1500 કલાકની ઉડાન ભરશે. ભારતે ફ્રાન્સ સરકાર સાથે 36 રાફેલ વિમાનનો સોદો કર્યો છે.
  Published by:Jay Mishra
  First published: