નવી દિલ્હીઃ રાજપથ પર ગણતંત્ર દિવસ (Republic Day 2021)ની ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભારતીય સેના (Indian Army)એ હંમેશાની જેમ આ વખતે પોતાની તાકાત દર્શાવી, પરંતુ દરેકની નજર આ વખતે આકાશ પર ટકેલી રહી. તેનું કારણ છે રાફેલ ફાઇટર પ્લેન (Rafale Fighter Jets)નું પ્રદર્શન. એક એવી ક્ષણ જે દરેકને જોશ અને ઝનૂનથી ભરી દીધી. રાફેલને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રાન્સથી ખરીદવામાં આવ્યા હતા. રાફેલની સાથોસાથ મિગ-29 ફાઇટર રાજપથ પર પોતાના કારનામા દર્શાવ્યા. આ વખતે ફ્લાય પોસ્ટ રાફેલના વર્ટિકલ ચાર્લી ફોર્મેશન (Vertical Charlie formation)થી ખતમ થયું. તો આ ફોર્મેશનમાં શું ખાસ હોય છે? આવો સમજવાનો પ્રયાસ કરીએ.
ફાઇટર પ્લેન આકાશમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે જાણીતા છે. દુશ્મનો પર હુમલો કરવાની સાથોસાથ તેઓ પોતાને બચાવવા માટે પણ પ્રયાસ કરે છે. અને આવા ઓપરેશનને જ સફળ માનવામાં આવે છે. દરેક પાયલટ પોતાના પ્લેનને બચાવવા માટે અલગ-અલગ કરતબ કરે છે જેનાથી દુશ્મન તેમની પર સીધો હુમલો ન કરી દે. તે પૈકી જ એક ફોર્મેશનનું નામ છે વર્ટિકલ ચાર્લી ફોર્મેશન.
#RepublicDay parade culminates with a single Rafale aircraft flying at a speed of 900km/hr carrying out a ‘Vertical Charlie’. The aircraft is piloted by Gp Capt Harkirat Singh, Shaurya Chakra, Commanding Officer of 17 Squadron with Sqn Ldr Kislaykant. pic.twitter.com/ochv25VhkT
આ કરતબ દરમિયાન પ્લેન પહેલા ઓછી ઊંચાઈ પર ઉડાન ભરે છે, સીધું ઉપર જાય છે અને ત્યારબાદ કલાબાજી ખાતું એક ઊંચાઈ પર સ્થિર થઈ જાય છે. પરંતુ આ દરમિયાન પાયલટ ચકમો આપવા માટે દરેક ક્ષણે પોતાની પોઝિશન બદલતા રહે છે. આવા કારનામાઓથી દુશ્મનના હોશ ઊડી જાય છે.
નોંધનીય છે કે, ફ્રાન્સ અને ભારતની વચ્ચે રાફેલ ફાઇટર પ્લેનો માટે 60 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે. તે મુજબ ભારતને 36 રાફેલ ફાઇટર પ્લેન મળશે. ફ્રાન્સ સાથે થયેલા સોદા હેઠળ રાફેલની અંતિમ ખેપ 2022ના અંત સુધી મળવાની શક્યતા છે. ભારતને રાફેલની બીજી ખેપ ગયા વર્ષે નવેમ્બરમાં મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વખતે ગણતંત્ર દિવસ પરેડનું શો-સ્ટૉપર રાફેલ ફાઇટર પ્લેન હતું. રાફેલ પહેલીવાર ગણતંત્ર દિવસ પરેડની ફ્લાય-પાસ્ટમાં જોવા મળ્યુ ઉપરાંત પરેડનું સમાપન પણ આકાશમાં રાફેલની વર્ટિકલ-ચાર્લી મેન્યુવર સાથે થયું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર