રાફેલ ડીલ પર મોદી સરકારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, તમામ અરજીઓ રદ

રાફેલ જેટનો ફાઇલ ફોટો

સુપ્રીમે રાફેલ ડીલ મામલે થયેલી તમામ અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમે સાથે કહ્યું છે કે આ મામલે તપાસની કોઈ જરૂર નથી.

 • Share this:
  નવી દિલ્હીઃ રાફેલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમે રાફેલ ડીલ મામલે થયેલી તમામ અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમે સાથે કહ્યું છે કે આ મામલે તપાસની કોઈ જરૂર નથી. શુક્રવારે રાફેલ ડીલ અંગે ચુકાદો આપતા સ્પષ્ટ કહ્યું કે તે રાફેલ સોદા સાથે જોડાયેલી કોઈ પણ તપાસ માટે તૈયાર નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની ખંડપીઠે આ અંગેની સુનાવણી 14મી નવેમ્બરના રોજ પૂરી કરી હતી.

  આ કેસમાં કૌભાંડનો આરોપ લગાવતા સૌ પહેલા વકીલ મનોહર લાલ શર્માએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જે બાદમાં અન્ય એક વકીલ વિનીત ઢાંડાએ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આ સોદાના તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. આ સોદાને લઈને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ અરજી દાખલ કરી હતી. જે બાદમાં બીજેપીના બે પૂર્વ મંત્રી યશવંત સિંહા અને અરુણ શૌરીની સાથે પ્રશાંત ભૂષણે પણ એક અલગથી અરજી કરી હતી.

  રાફેલ સોદા અંગે સુપ્રીમે અરજી ફગાવતા ગૃહમંત્રી રાજનાથે સિંઘે કહ્યુ કે,
  "આ ડીલમાં શરૂઆતથી જ બધું દીવા જેવું સ્પષ્ટ હતું. અમે પહેલાથી જ કહેતા હતા કે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા તેમજ રાજકીય લાભ ખાટવા માટેના હતા."


  આ પણ વાંચોઃ રાફેલ મુદ્દે મારી સાથે 15 મિનિટ ચર્ચા કરી બતાવોઃ રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર

  રાફેલ શું છે?

  રાફેલ બે એન્જિનથી ચાલતું લડાઇ માટેનું ફ્રાંસીસ વિમાન છે. જેનું નિર્માણ ડસોલ્ટ એવિએશને કર્યું છે. રાફેલ વિમાનોને વૈશ્વિક સ્તર પર સર્વાધિક સક્ષમ લડાકૂ વિમાન માનવામાં આવે છે.

  યુપીએ સરકારનો સોદો કેવો હતો?

  ભારતે 2007માં 126 મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટને ખરીદવાની પ્રક્રિયા શરૂં કરી હતી. જ્યારે રક્ષા મંત્રી એ. કે એન્ટનીએ ભારતીય વાયુ સેનાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી.

  લાંબી પ્રક્રિયા પછી ડિસેમ્બર 2012માં બોલી લગાવવામાં આવી

  આ મોટા સોદાના દાવેદાર લોકહીડ માર્ટિનના એફ-16, યૂરોફાઇટર ટાઇકૂન, રશિયાના મિગ 35, સ્વીડનના ગ્રિપેન, બોઇંડનો એફ-એ-18 એસ અને ડસોલ્ટ એવિએશનના રાફેલ સામેલ હતાં. લાંબી પ્રક્રિયા પછી ડિસેમ્બર 2012માં બોલી લગાવવામાં આવી. ડસોલ્ટ એવિએશન સૌથી ઓછી બોલી લગાવનાર નીકળ્યો. મૂળ પ્રસ્તાવમાં 18 વિમાન ફ્રાંસમાં બનાવવાના હતાં.જ્યારે 108 હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે મળીને તૈયાર કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ રાફેલમાં અનિલ અંબાણીની ફર્મનું ફક્ત 10% જ ઓફસેટ રોકાણ: દાસૉ CEO

  યુપીએ સરકારમાં 10.2 અરબ અમેરિકી ડોલરનો હોવાનો અંદાજ હતો

  યુપીએ સરકાર અને ડસોલ્ટ વચ્ચે કિંમતો અને ટેકનોલોજી માટે લાંબી વાતચીત થઇ હતી. જે 2014ના શરૂઆતી સમય સુધી ચાલુ રહી હતી. રાફેલ વિમાનનું વિવરણ અને કિંમતની જાહેરાત ઓફીશીયલી કરવામાં આવ્યું ન હતું. પરંતુ તત્કાલીન સરકારે સંકેત આપ્યો હતો કે આ સોદો 10.2 અરબ અમેરિકી ડોલરનો હશે. કોંગ્રેસના પ્રત્યેક વિમાનની દર એવિયોનિક્સ અને હથિયારોને સામેલ કરતાં 536 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.

  મોદી સરકાર દ્વારા કરાયેલ સોદો શું છે?

  ફ્રાંસની યાત્રા સમયે પીએમ મોદીએ 10 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે સરકારોના સ્તર પર સમજૂતી અંતર્ગત ભારત સરકાર 36 રાફેલ વિમાન ખરીદશે.

  આ પણ વાંચોઃ રાફેલ પર એર ચીફ માર્શલ બોલ્યા- 'ફાયદાનો સોદો, આ વિમાનો નિર્ણાયક સાબિત થશે'

  અંતિમ સોદો?

  ભારત અને ફ્રાંસના 36 રાફેલ વિમાનોની ખરીદ માટે 23 સપ્ટેમ્બર, 2016ના રોજ 7.87 અરબ યૂરો (આશરે 59,000 કરોડ રૂપિયા)ના સોદા પર હસ્તાક્ષર કર્યા હતાં. વિમાનની આપૂર્તિ સપ્ટેમ્બર 2019થી શરૂ થશે.

  આરોપ!

  કોંગ્રેસ આ સોદામાં ભારે અનિયમિતતાઓનો આરોપ લગાવી રહી છે. તેનું કહેવું છે કે સરકાર પ્રત્યેક વિમાન 1670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે સરકારે પ્રતિ વિમાન 526 કરોડ રૂપિયા કિંમત નક્કી કરી હતી.

  કોંગ્રેસે વિમાનની કિંમત અને કઇ રીતે વિમાનની કિંમત 526 કરોડ રૂપિયાથી વધારીને 1670 કરોડ રૂપિયા કરવામાં આવી હતી તે પણ કહેવાની માગ કરી હતી. સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 સમજૂતી એક પ્રાવઘાનનો ઉદાહરણ આપતા વિવરણ આપવાની ના પાડી દીધી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: