પાક-ચીન સરહદે સુરક્ષા કરશે Rafale, વાયુસેનાએ બનાવ્યો ફુલપ્રૂફ પ્લાન

વાયુસેનાના સૂત્રો મુજબ, 18 રાફેલ પ્લેન અંબાલા વાયુસેના બેઝ અને 18 હાશિમારા બેઝ ખાતે તહેનાત કરવામાં આવશે

News18 Gujarati
Updated: October 10, 2019, 9:18 AM IST
પાક-ચીન સરહદે સુરક્ષા કરશે Rafale, વાયુસેનાએ બનાવ્યો ફુલપ્રૂફ પ્લાન
વાયુસેનાના સૂત્રો મુજબ, 18 રાફેલ પ્લેન અંબાલા વાયુસેના બેઝ અને 18 હાશિમારા બેઝ ખાતે તહેનાત કરવામાં આવશે
News18 Gujarati
Updated: October 10, 2019, 9:18 AM IST
નવી દિલ્હી : ભારતને ફ્રાંસથી મળનારા 36 રાફેલ ફાઇટર પ્લેન (Rafale Aircraft) પાકિસ્તાન (Pakistan) અને ચીન (China)ની સરહદે સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે. ભારતીય વાયુસેના (Indian Air Force)એ પાકિસ્તાન અને ચીનની સરહદ (Border Security)ને વધુ મજબૂત કરવા માટે ફુલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ ફ્રાંસથી મળનારા રાફેલ પ્લેનને સરખી સંખ્યામાં બંને દેશોની સરહદે તહેનાત કરવામાં આવશે. વાયુસેનાના સૂત્રો મુજબ, 18 રાફેલ પ્લેન અંબાલા વાયુસેના બેઝ (Ambala AirForce Base) ખાતે તહેનાત કરવામાં આવશે, જ્યારે 18 પશ્ચિમ બંગાળ (West Bengal)ના હાશિમારા બેઝ (Hashmara Airbase) ખાતે તહેનાત કરાશે.

બંને દેશોથી સતત મળી રહેલા પડકારોને જોતાં વાયુસેનાએ રાફેલની તહેનાતીને લઈ પહેલાથી જ તમામ તૈયારી પૂરી કરી લીધી છે. ભારતને ફ્રાંસ પાસેથી પહેલું રાફેલ પ્લેન મળી ગયું છે, પરંતુ તેને ભારત પહોંચવામાં હજુ સમય લાગશે. કહેવામાં આવે છે કે, રાફેલને ઉડાવવા માટે ભારતીય પાયલટોને ફ્રાંસમાં પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાયુસેનાના સૂત્રો મુજબ, ચાર રાફેલ પ્લેનોની પહેલી ડિલીવરી આવતા વર્ષે મે મહિનામાં અંબાલા એરબેઝ પહોંચી જશે.

ત્યારબાદ થોડાક જ મહિનાઓની અંદર ચાર-ચાર રાફેલની વધુ એક ડિલીવરી ફ્રાંસથી સીધી અંબાલા અને હાશિમારા એરબેઝ પર પહોંચશે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, આગામી બેથી ત્રણ વર્ષોમાં તમામ 36 રાફેલ પ્લેન ભારતને સોંપી દેવામાં આવશે. આ બધાની વચ્ચે વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે ભવિષ્યમાં વધુ રાફેલ ખરીદવાની કોઈ યોજના નથી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે વાયુસેના વધુ 36 રાફેલ મંગાવવા માંગે છે.

સૂત્રોએ જણાવ્યું કે, રાફેલ વિશે કોઈ એવો પ્રસ્તાવ નથી આપવામાં આવ્યો. આ પહેલા 114 ફાઇટર પ્લેનોની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી નક્કી થઈ શક્યું કે આ પ્લેનોને કયા દેશો પાસેથી ખરીદવામાં આવશે.

આ પણ વાંચો,

Rafaleની શસ્ત્ર પૂજાને ખડગેએ કહ્યો 'તમાશો', અમિત શાહે કર્યો વળતો હુમલો
Loading...

ભારત અને પાકિસ્તાન વચ્ચે જો પરમાણુ યુદ્ધ થાય તો, જાણો - કેટલું નુકસાન થશે
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...