Home /News /national-international /જય હો! ચાઈના બોર્ડર નજીક આજે વાયુસેના પોતાનો પાવર બતાવશે, રાફેલ અને સુખોઈથી કરશે અભ્યાસ

જય હો! ચાઈના બોર્ડર નજીક આજે વાયુસેના પોતાનો પાવર બતાવશે, રાફેલ અને સુખોઈથી કરશે અભ્યાસ

ચાઈન બોર્ડર પર ભારતીય વાયુસેના આજે દમ દેખાડશે

અરુણાચલ પ્રદેશના તવાંગમાં છેલ્લા એક અઠવાડીયાથી સૈન્ય અથડામણ બાદ ભારત અને ચીનની મધ્ય તાજેતરના તણાવની વચ્ચે ભારતીય વાયુસેના પૂર્વોત્તરમાં આજથી બે દિવસીય અભ્યાસ કરશે.

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના તવાંગમાં છેલ્લા એક અઠવાડીયાથી સૈન્ય અથડામણ બાદ ભારત અને ચીનની મધ્ય તાજેતરના તણાવની વચ્ચે ભારતીય વાયુસેના પૂર્વોત્તરમાં આજથી બે દિવસીય અભ્યાસ કરશે, જેમાં તેની અગ્રિમ પંક્તિની નજીક તમામ યુદ્ધક વિમાન અને આ ક્ષેત્રમાં તૈનાત અન્ય સંસાધન સામિલ કરવામાં આવશે. એલએસી નજીક ભારતીય વાયુસેના આજથી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. જ્યાં રાફેલ સુખોઈ સહિત કેટલાય પ્રકારના યુદ્ધક વિમાન દમ દેખાશે.

આ પણ વાંચો:  PHOTO: અરુણાચલની 11 ખાસ વાતો, જાણીને ખુશ થઈ જશો, 3 દેશોને સ્પર્શે છે આ સુંદર રાજ્યની સરહદ

સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, આ સૈન્ય અભ્યાસનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની સમગ્ર યુદ્ધક ક્ષમતા અને આ વિસ્તારમાં સૈન્ય તૈયારીઓની પારખવાનો છે. જો કે, ભારત અને ચીનની સેના વચ્ચે તાજેતરના સંઘર્ષની ખૂબ પહેલા આ અભ્યાસની યોજના બનાવી હતી અને તેને આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. સૂત્રોનું કહેવું છે કે, ભારતીય વાયુસેનાએ સુખોઈ- 30 એમકેઆઈ અને રાફેલ જેટ સહિત અગ્રિમ હરોળના વિમાન તેમાં સામેલ થશે. સૂત્રોનું કહેવું છે કે, વાયુસેનાના તમામ અગ્રિમ અડ્ડા અને અમુક એડવાંસ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સને પણ અભ્યાસમાં સામેલ કરવાના છે.

સેના અને વાયુસેના અરુણાચલ અને સિક્કમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પૂર્વી લદ્દાખ વિવાદ બાદ છેલ્લા બે વર્ષથી ઉચ્ચ સ્તરિય સંચાલનાત્મક તૈયારીઓ કરી રહ્યું છે. ભારતીય વાયુસેના ગત અઠવા઼ડીયે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી પર ભારતીય ભાગમાં ચીનની વધતી હવાઈ ગતિવિધિઓ બાદ પોતાના લડાયક વિમાનોને ઉડાડ્યા હતા.

ચીની ડ્રોન મંડરાઈ રહ્યા છે


સૂત્રોનું કહેવું છે કે, આ ક્ષેત્રમાં ચીન દ્વારા ડ્રોન સહિત અમુક હવાઈ પ્લેટફોર્મમાં તૈનાતી તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં એકતરફી બદલાવ લાવવા માટે નવ ડિસેમ્બરે કરેલા ચીની સેનાના પ્રયાસોથી પહેલાનું છે. તેમણે કહ્યું કે, ચીની ડ્રોન એલએસીની નજીક આવી ગયા હતા. જેના કારણે ભારતીય વાયુસેના પોતાના યુદ્ધક વિમાન ઉતારવા પડ્યા હતા અને સમગ્ર યુદ્ધક ક્ષમતાની વધારવી પડી હતી.

આ પણ વાંચો:  સરકારે અરુણાચલમાં રોડથી પુલ સુધીના ઘણા વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા, જેનાથી ચીનની ઊંઘ હરામ થઈ

15-16 ડિસેમ્બરે થશે અભ્યાસ


ભારતીય વાયુસેનાની પૂર્વી કમાન અંતર્ગત આ અભ્યાસ આસામ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર પૂર્વના તમામ રાજ્યોની એર સ્પેસમાં કરવામાં આવશે. આ વાયુસેના અભ્યાસમાં ઉત્તર પૂર્વના લગભગ તમામ મોટા એરબેઝનો ઉપયોગ થશે. આ એક્સરસાઈઝમાં પશ્ચિમ બંગાળના હાશિમારા અને કલાઈકુંડા, આસામના તેજપુર અને ઝબુઆ અને અરુણાચલ પ્રદેશની એડવાંસ લેન્ડિંગ સ્ટ્રીપથી ઉડાન ભરશે. આ દરમિયાન હેવિલિફ્ટ હેલિકોપ્ટર ચિનૂક, અટેક હેલીકોપ્ટર અપાચે અને યૂએવી પોતાનો દમ દેખાડશે.
First published:

Tags: Airforce, Rafale

विज्ञापन