ભાજપનો રાહુલ પર વળતો હુમલો, કહ્યું- સુરક્ષાદળોથી વધુ પાકિસ્તાન પર ભરોસો

News18 Gujarati
Updated: March 7, 2019, 12:18 PM IST
ભાજપનો રાહુલ પર વળતો હુમલો, કહ્યું- સુરક્ષાદળોથી વધુ પાકિસ્તાન પર ભરોસો
પ્રતીકાત્મક તસવીર

રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, રાફેલ સ્કેમમાં વડાપ્રધાન પર કેસ ચલાવવા માટે પૂરતાં પુરાવા છે

  • Share this:
રાફેલ ડીલ મામલે સરકાર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું જેની પર વળતો હુમલો કરતાં ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીને દેશના સુરક્ષા દળોથી વધુ પાકિસ્તાન પર વિશ્વાસ છે. તેઓએ તેનો જવાબ આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ વાત કહી છે. તેઓએ કહ્યું કે રાહુલને ખોટું બોલવાની આદત પડી ગઈ છે. કેગ અને સુપ્રીમ કોર્ટે રાફેલને ક્લીન ચિટ આપી દીધી છે તો શું રાહુલ પાકિસ્તાનનું સર્ટિફિકેટ ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાફેલ મામલે પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સરકારે એક નવી લાઇન શોધી છે કે ગાયબ થઈ ગયું છે. રોજગાર ગાયબ થઈ ગયું છે, 15 લાખનો વાયદો ગાયબ થઈ ગયો, રાફેલની ફાઇલ ગાયબ થઈ ગઈ.

આ પણ વાંચો, મોદીની ડીલના કારણે રાફેલ લાવવામાં મોડું થયું, પુરાવા અમે આપીશું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતાં કહ્યું કે, ચોકીદારને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. રાફેલના દસ્તાવેજ ગાયબ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ ડીલની મોદીજીએ બાઈપાસ સર્જરી કરી છે. નરેન્દ્ર મોદીની ડીલના કારણે ભારતમાં રાફેલ પ્લેન લાવવામાં મોડું થયું છે જેનો પુરાવા અમે આપીશું.
First published: March 7, 2019, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading