Home /News /national-international /એરફોર્સની તાકાત બન્યા રાફેલ, અંબાલા એરબેઝથી 5 પ્લેનોએ કર્યું ફ્લાઇપોસ્ટ

એરફોર્સની તાકાત બન્યા રાફેલ, અંબાલા એરબેઝથી 5 પ્લેનોએ કર્યું ફ્લાઇપોસ્ટ

વાયુસેનામાં સામેલ થઈ આકાશમાં રાફેલે કરી ગર્જના, તેજસે પણ દર્શાવી તાકાત

વાયુસેનામાં સામેલ થઈ આકાશમાં રાફેલે કરી ગર્જના, તેજસે પણ દર્શાવી તાકાત

અંબાલાઃ ભારતીય વાયૂસેના (Indian Air Force)માં પાંચ રાફેલ ફાઇટર પ્લેનો (Rafale fighter jets)ને આજે અંબાલા એરફોર્સ બેઝ (Ambala Air Force Base) પર ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આયોજિત સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh), ફ્રાન્સની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લી (Florence Parly) અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

આ સમારોહ દરમિયાન આયોજિત ‘સર્વ ધર્મ પૂજા’માં પણ બંને દેશોના રક્ષા મંત્રી સામેલ થયા. સર્વધર્મ પૂજા બાદ રાફેલ જેટ્સ વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયા છે. અંબાલા એરબેઝથી 5 રાફેલે ફ્લાઇપોસ્ટ કર્યું. અંબાલા એરબેઝ ખાતે ફ્લાઇપોસ્ટ દરમિયાન રાફેલ ફાઇટર એરક્રાફ્ટે ધીમી ઝડપે ઊડીને એર ડિસ્પ્લે કર્યું હતું. રાફેલ ફાઇટર જેટ્સને વોટરકેનન સેલ્યૂટ પણ કરવામાં આવ્યું હતું.


રાફેલ ફાઇટર માટે સર્વ ધર્મ પૂજા - રાફેલ ફાઇટર પ્લેનને ભારતીય વાયુસેનામાં ઔપચારિક સામેલ થવાના સમારોહમાં સર્વ ધર્મ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. પાંચ ધર્મોના ધર્મગુરુઓ દ્વારા રાફેલની પૂજા કરાતાં તે વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સની રક્ષા મંત્રી, સીડીએસ બિપિન રાવત, એરફોર્સ ચીફ ભદૌરિયા આ પ્રસંગે ઉપસ્થતિ રહ્યા.



રાફેલને ભારતીય વાયુસેનામાં સામેલ કરતાં પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે, સવારે 10:00 વાગ્યે રાફેલ પ્લેનનો ઔપચારિક રીતે અંબાલાના વાયુ સેના સ્ટેશનમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. પ્લેન 17 સ્કવાડ્રન, ગોલ્ડન એરોનો હિસ્સો હશે. રાફેલ જેટ ભારતના બે દશકોથી વધુ સમયમાં ફાઇટર પ્લેનોનું પહેલું મોટું અધિગ્રહણ છે.


આ પણ વાંચો, સરહદ વિવાદઃ સૈન્ય કમાન્ડરોને આદેશ- અનુશાસન રાખો, ચીની ઘૂસે તો તાત્કાલિક પાછા ધકેલો

ભારત અને ફ્રાન્સની વચ્ચે 36 ફાઇટર પ્લેનોની ખરીદી માટે 59,000 કરોડ રૂપિયાની થયેલી સમજૂતીના લગભગ ચાર વર્ષ બાદ 29 જુલાઈએ પાંચ રાફેલ પ્લેનનો પહેલો જથ્થો ભાર પહોંચ્યો હતો. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત આ પ્લેનોને 10 સપ્ટેમ્બરે ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો, શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત, કંગના રનૌટ મામલે સધાઈ આ સહમતિ

અત્યાર સુધીમાં ભારતને 10 રાફેલ ફાઇટર પૂરા પાડવામાં આવી ચૂક્યા છે, જેમાંથી પાંચ હજુ ફ્રાન્સમાં છે જેની પર ભારતીય વાયુસેનાના પાયલટ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તમામ 36 ફાઇટર પ્લેનની આપૂર્તિ 2021ના અંત સુધીમાં પૂરી થઈ જવાની આશા છે.
First published:

Tags: France, Indian Air Force, Rafale fighter jets, Rajnath Singh, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો