PM મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું, અમિત શાહે દેશને શુભેચ્છા પાઠવી

PM મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું, અમિત શાહે દેશને શુભેચ્છા પાઠવી
પીએમ મોદી (ફાઇલ તસવીર)

પીએમ મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કર્યું કે, राष्ट्ररक्षासमं पुण्यं, राष्ट्ररक्षासमं व्रतम्, राष्ट्ररक्षासमं यज्ञो, दृष्टो नैव च नैव च।। नभः स्पृशं दीप्तम्.. स्वागतम्!

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય વાયુસેના (Indian Air Force) માટે ઐતિહાસિક ક્ષણો સાથે બુધવારે પાંચ રાફેલ લડાકૂ વિમાને (Rafale Fighter Jet) ભારતમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ રાફેલ લેન્ડિંગનો વીડિયો શેર કરતાની સાથે સાથે અનોખા અંદાજમાં લડાકૂ વિમાનોનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કર્યું કે, राष्ट्ररक्षासमं पुण्यं, राष्ट्ररक्षासमं व्रतम्, राष्ट्ररक्षासमं यज्ञो, दृष्टो नैव च नैव च।। नभः स्पृशं दीप्तम्.. स्वागतम्! નોંધનીય છે કે ફ્રાંસ (France) પાસેથી ખરીદવામાં આવેલા આ વિમાનોએ હરિયાણા (Haryana)ના અંબાલા એરબેઝ ખાતે લેન્ડિંગ કર્યું હતું. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (Air Chief Marshal RKS Bhadauriya) એ પાંચેય વિમાનનું સ્વાગત કર્યું હતું.

    જ્યારે ગૃહમંત્રી અમિત શાહે રાફેલ વિમાનનો વીડિયો શેર કરતા લખ્યું કે, "ગતિથી લઈને હથિયારની ક્ષમતા સુધી, રાફેલ ખૂબ આધુનિક છે! મને વિશ્વાસ છે કે આ વિશ્વ સ્તરનું ફાઇટર જેટ ગેમે ચેન્જર સાબિત થશે. હું આ મહત્ત્વના દિવસે પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંહ, ભારતીય વાયુસેના અને આખા દેશને અભિનંદન આપવું છું. #RafaleInIndia"

    જ્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે લખ્યું કે, "વિમાન અંબાલા ખાતે સુરક્ષિત લેન્ડ કરી ચુક્યા છે. રાફેલ કોમ્બેટ વિમાને ભારતની ધરતીનો સ્પર્શ કરતા જ સૈન્યના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. આ મલ્ટીરોલ વિમાનો વાયુસેનાની ક્ષમતાઓમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે."

    નોંધનીય છે કે આ વિમાન આશરે સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને બુધવારે ભારત પહોંચ્યા હતા. રક્ષા મંત્રીએ આ અંગેની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે સૈન્ય ઇતિહાસમાં નવા યુગની શરૂઆત થયાનું જણાવ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:July 29, 2020, 18:00 pm