પાકિસ્તાની સેનાએ રાફેલ પૂજા મામલે રાજનાથનો બચાવ કર્યો, કહી આ વાત

ધાર્મિક રીતિ-રિવાજો મુજબ રાફેલની પૂજા કરવામાં આવી અને તેનું સન્માન કરવું જોઈએ : આસિફ ગફૂર

News18 Gujarati
Updated: October 11, 2019, 10:47 AM IST
પાકિસ્તાની સેનાએ રાફેલ પૂજા મામલે રાજનાથનો બચાવ કર્યો, કહી આ વાત
પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂર (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: October 11, 2019, 10:47 AM IST
ઈસ્લામાબાદ : ભારત સરકાર (Government of India)ના દરેક નિર્ણય પર આક્રમણ વલણ અપનાવનારી પાકિસ્તાની સેના (Pakistsan Army)ના પ્રવક્તા આસિફ ગફૂર (Asif Ghafoor)એ આ વખતે એક મામલે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ રાફેલ ફાઇટર પ્લેન (Rafale Fighter Jet)ની કરેલી પૂજાને લઈ ભારતમાં જ્યાં લોકો આકરી ટીકા કરી રહ્યા છે. તો બીજી તરફ, આસિફ ગફૂરનું કહેવું છે કે તેમાં કંઈ ખોટું નથી. તેઓએ રાજનાથ સિંહની શસ્ત્ર પૂજાને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો મામલો ગણાવતાં યોગ્ય ઠેરવી.

'કોઇ પણ ફાઇટર પ્લેન માત્ર એક મશીન નથી હોતું'

પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે રાજનાથ સિંહના બચાવ કરતાં કહ્યુ કે, ધાર્મિક રીતિ-રિવાજો મુજબ, રાફેલની પૂજા કરવામાં આવી અને તેનું સન્માન કરવું જોઈએ. આ દરમિયાન તેઓએ કહ્યુ કે, આપણે ધ્યાન રાખવું જોઈએ કે રાફેલ જેટ માત્ર એક મશીન (Machine) નથી. દરેક ફાઇટર પ્લેન ઉડાવનાર પાયલટના સામર્થ્ય (Competence), જોશ (Passion) અને સંકલ્પ (Resolve)થી જોડાયેલું મશીન હોય છે. આ દરમિયાન પાકિસ્તાની વાયુસેના (PAF)ના સામેલ ફાઇટર પ્લેનના વખાણ કરતાં આસિફ ગફૂરે કહ્યુ કે, અમને શાહીન (Shaheena) પ્લેનો પર ગર્વ છે.


ભારત-પાક. વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવ્યું નિવેદન

આસિફ ગફૂરનું રાજનાથ સિંહના બચાવમાં આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને પડોસી દેશો (Neighbours)ની વચ્ચે તણાવ (Tension) પોતાના ચરમ પર છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government)એ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)થી આર્ટિકલ 370 (Article-370) હટાવતાં પાકિસ્તાનને પસંદ ન આવ્યું. ત્યારબાદ પાકિસ્તાન સતત ભારત પર શાબ્દિક હુમલા કરી રહ્યું છે. સાથોસાથ આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય મુદ્દો (International Issue) બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમાં સફળતા નથી મળી રહી. પાકિસ્તાન આર્ટિકલ 370 હટાવવાથી એટલું અકળાઈ ગયું છે કે વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan)એ પરમાણુ યુદ્ધ (Nuclear War)ની ધમકી સુધી આપી દીધી હતી.

રાફેલ પૂજાની ભારતમાં થઈ રહી છે આકરી ટીકા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 ઑક્ટોબરને ફ્રાન્સમાં પહેલા રાફેલ ફાઇટર પ્લેન મેળવ્યું. દશેરા હોવાના કારણે તેઓએ શસ્ત્ર પૂજા પણ કરી. આ દરમિયાન તેઓએ ફાઇટર પ્લેન પર ઓમ લખ્યું, ફુલ ચઢાવ્યા, નાળિયર મૂક્યું અને ખરાબ નજરથી બચવા માટે પૈડાઓની નીચે લીંબુ પણ રાખ્યા. ત્યારબાદ સોશિયલ મીડિયા (Social Media) પર લોકોએ શસ્ત્ર પૂજનને લઈ આકરી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ તેને તમાશો કરાર કરી દીધો. કૉંગ્રેસ (Congress)ના નેતા ઉદિત રાજ (Udit Raj)એ રાફેલ પૂજન અંગે કહ્યુ કે, જે દિવસે દેશમાં અંધવિશ્વાસ (Superstition) ખતમ થઈ જશે આપણે આપનું ફાઇટર પ્લેન બનાવી દઈશું.

આ પણ વાંચો,

રાફેલ શસ્ત્ર પૂજા વિવાદ અંગે રાજનાથે કહ્યુ- નાનપણથી માનું છું કે કોઈ મહાશક્તિ છે
બંગાળમાં સંઘના કાર્યકર્તા, ગર્ભવતી પત્ની અને બાળકની ઘાતકી હત્યા
First published: October 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...