સરકારે કરી 'દસ્તાવેજ ચોરી'ની દલીલ, તો સુપ્રીમે પૂછ્યું- બોફોર્સ માટે પણ શું તમે આવું જ કહેશો

રાફેલ જેટનો ફાઇલ ફોટો

એજીએ કહ્યું કે જે ગોપનીય ડોક્યુમેન્ટસ્ને અખબારે છાપ્યા છે તેને લઈને કાર્યવાહી થવી જોઈએ

 • Share this:
  રાફેલ મામલામાં પુન:વિચાર પિટિશનો પર સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી ચાલુ છે. આ દરમિયાન સરકાર તરફથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને જણાવ્યું કે જે દસ્તાવેજો પર એડવોકેટ પ્રશાંત ભૂષણ વિશ્વાસ મૂકી રહ્યા છે, તે રક્ષા મંત્રાલયમાંથી ચોરવામાં આવ્યા છે. બીજી તરફ, ચીફ જસ્ટિસે એટોર્ની જનરલને કહ્યું છે કે ખોટી રીતે મેળવેલા દસ્તાવેજ પણ માન્ય છે. એટોર્ની જનરલે કહ્યું કે, હાલમાં આપણા દેશ પર બોમ્બ વરસાવનારા F-16 ફાઇટર પ્લેનથી આપણા દેશની રક્ષા માટે આપણે રાફેલ ફાઇટર પ્લેન જોઈએ. રાફેલ વિના અમે તેનો પ્રતિરોધ કેવી રીતે કરીશું. તેઓએ કહ્યું કે, રાફેલ ફાઇટર પ્લેનની આવશ્યક્તા છે.

  એવિડન્સ એક્ટ હેઠળ દસ્તાવેજ કોર્ટમાં માન્ય છે. સુનાવણી દરમિયાન એટોર્ની જનરલે કહ્યું કે શું આપણને F-16 જેવા સારા ફાઇટર પ્લેન નથી જોઈતા. અમે માનીએ છીએ કે મિગે સારું કામ કર્યું છે જે 1960માં બન્યું હતું. આ મામલાની સુનાવણીથી રાફેલ ડીલમાં ડેમેજ થશે અને દેશહિત માટે સારું નહીં હોય.

  સરકારે દલીલ કરી કે અજ્ઞાત માધ્યમોથી પ્રાપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પર કોર્ટ વિચાર ન કરી શકે. તેની પર જસ્ટિસ જોસેફે કડક શબ્દોમાં એટોર્ની જનરલને કહ્યું કે, બોફોર્સમાં પણ ભ્રષ્ટાચારના આરોપ હતા. શું હવે પણ તમે કહેશો કે કોર્ટને આવા દસ્તાવેજો પર વિચાર ન કરવો જોઈએ? તેઓએ કહ્યું કે અમે અહીં કાયદાનું પાલન કરવા બેઠા છીએ. તેઓએ સવાલ કર્યો કે, અમે કયા અધિકારથી કહી શકીએ કે કોઈ દસ્તાવેજ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું છે અને તેની પર વિચાર ન કરવામાં આવે?

  હાલ આ મામલાની આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 14 માર્ચે થશે.

   એજીએ કહ્યું કે જે ગોપનીય ડોક્યુમેન્ટસ્ને અખબારે છાપ્યા છે તેને લઈને કાર્યવાહી થવી જોઈએ. એટોર્ની જનરલે કહ્યું કે કેટલાક ડોક્યુમેન્ટ્સને રક્ષા મંત્રાલયમાંથી ચોરી કરવામાં આવ્યા અને આગળ વધારવામાં આવ્યા. તેઓએ કહ્યું કે કેસ ખૂબ જ અગત્યનો છે. અખબારે કેટલીક ગોપનીય જાણકારી સાર્વજનિક કરી દીધી છે.

  સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. કોર્ટે એટોર્ની જનરલને પૂછ્યું છે કે જ્યારે તેઓએ ખબર પડી હતી કે રાફેલ સાથે સંકળાયેલા કેટલાક ડોક્યુમેન્ટ્સ ચોરી થઈ ગયા છે તો તેઓએ તેની પર શું કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને આ ગંભીર મામલા પર હજુ સુધી શું કાર્યવાહી કરી છે તેની પર બે વાગ્યે કોર્ટને જાણકારી આપવા કહ્યું છે.

   આ દરમિયાન કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે મોદી સરકારની ચોરી પકડાઈ ગઈ છે. સ્પષ્ટ થઈ ગયું છે કે રાફેલ ડીલ પર દસો એવિએશનને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાફેલ ડીલને લઈને સરકારે વધુ કિંમત આપી છે.

  આ પણ વાંચો, રાહુલ બોલ્યા-PM મોદી તમે ફરી ખોટું બોલ્યા, તમને જરા પણ શરમ નથી?

  એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પિટિશનકર્તા પ્રશાંત ભૂષણ અને અન્ય લોકો ચોરી થયેલા ડોક્યુમેન્ટ પર વિશ્વાસ કરી રહ્યા છે. રક્ષા મંત્રાલયથી ચોરી થયેલા ડોક્યુમેન્ટનો મામલો એટલો ગંભીર છે કે તેને ઓફિશિયલ ગોપનીયતા અધિનિયમ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપતા એટોર્ની જનરલે કહ્યું કે અમે આ મામલે ક્રિમિનલ એક્શન લઈશું.

  સંજય સિંહને કોર્ટની ફટકાર

  લંચ બ્રેક બાદ રાફેલ મામલે સુપ્રીમમાં સુનાવણી ફરી શરૂ થઈ હતી. સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલે પૂછ્યું કે જણાવો કે અત્યાર સુધી આ મામલે તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સંજય સિંહની પિટિશન પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો. સુપ્રીમે કહ્યું કે રાફેલ રિવ્યૂ પિટિશનની સુનાવણી થયા બાદ અપમાનજનક ટિપ્પણી કરવા માટે સંજય સિંહની વિરુદ્ધ કાર્યવાહી કરશે. સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે સરકાર પર આરોપ લગાવ્યો કે સરકાર પિટિશનકર્તાને કોર્ટમાં ફેક્ટ રજૂ કરવાની રોકી રહી છે અને આ અનાદર છે.

  આ પહેલા પુન:વિચાર પિટિશન પર સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે ચર્ચાની શરૂઆત કરતાં કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં વધારાની એફિડેવિટ આપવા માંગીએ છીએ જે એન રામના લેખ પર છે. તેની પર સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે અમે બીજી કોઈ એફિડેવિટ નથી જોવા માંગતા, અમે તમારી પુન:વિચાર પિટિશન વાંચી છે તેથી તમે તેની પર રજૂઆત કરો.

  નોંધનીય છે કે, ડિસેમ્બરમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાફેલ સોદાને લઈને મોદી સરકારને રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટને સરકારે બાદમાં ચુકાદામાં સીજેઆઈ રિપોર્ટનો ઉલ્લેખ કરવાના હિસ્સામાં સુધાર કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હા, અરુણ શૌરીએ પણ ચુકાદાની વિરુદ્ધ પુન:વિચાર પિટિશન દાખલ કરી હતી, જેની પર સુનાવણી કરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: