બુધવારે રાફેલ સોદાને લઈ સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર પિટિશનની સુનાવણી દરમિયાન સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે રક્ષા મંત્રાલયમાંથી સોદાને લગતા સિક્રેટ દસ્તાવેજની ચોરી થઈ છે. સરકારના આ નિવેદન બાદ કોંગ્રેસ મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરસ કરી. જેમાં રાહુલે કહ્યું કે ચોકીદારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માત્ર ફાઇલ નહીં બધું જ ગાયબ થઈ ગયું છે. રાફેલ ડીલમાં પીએમનું નામ આવી રહ્યું છે. તેથી તેમની સામે તપાસ થવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીની ડીલના કારણે ભારતમાં રાફેલ ફાઇટર પ્લેન લાવવામાં મોડું થયું છે, જેનો પુરાવો અમે આપીશું.
રાફેલ મામલે પત્રકારો સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓએ એક નવી લાઈન શોધી છે કે ગાયબ થઈ ગયું છે. રોજગાર ગાયબ થઈ ગયો છે, 15 લાખનો વાયદો ગાયબ થઈ ગયો, રાફેલની ફાઇલ ગાયબ થઈ ગઈ.
Congress President Rahul Gandhi: On one hand you are saying the documents are missing, so this means the documents are genuine and its clearly written in them that PMO was carrying out parallel negotiations. #Rafalepic.twitter.com/kkDIes7TbF
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતાં કહ્યું કે, ચોકીદારને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. રાફેલના દસ્તાવેજ ગાયબ થયા છે. રાફેલ ડીલની મોદીજીએ બાઇપાસ સર્જરી કરી છે. રાફેલ ડીલમાં 30 હજાર કરોડનો ગોટાળો થયો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ફાઇલમાં લખ્યું છે કે પીએમઓ ડીલમાં દખલ કરી રહ્યા હતા. પારિકરની પાસે ફાઇલો હોવાની તપાસ કરો, માત્ર પીએમ જ નહીં તમામની તપાસ હોવી જોઈએ. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચેલેન્જ આપતા કહ્યું કે તેઓ પોતે આ મામલાની તપાસ કેમ નથી કરાવતા. રાહુલ ગાંધીએ પીએમને પૂછ્યું કે જો તેઓએ કંઈ જ નથી કર્યું તો તેઓ જેપીસી તપાસથી કેમ કતરાઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર