રાફેલ પર સંગ્રામ: કોંગ્રેસે પીએમ મોદી, સંરક્ષણ મંત્રી વિરૂદ્ધ આપી વિશેષાધિકાર ભંગની નોટીસ

 • Share this:
  કોંગ્રેસે મંગળવારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગની નોટીસ આપવામાં આવી. કોંગ્રેસે બંને પર રાફેલ વિમાનના સોદાને લઈને સંસદને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

  સંસદમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે તરફથી સુમિત્રા મહાજનને આપવામાં આવેલ નોટીસમાં આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન મોદીએ 20 જુલાઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા સંસદને 'ગેરમાર્ગે દોરનાર નિવેદન' આપ્યું.

  ખડગેએ કહ્યું "લોકસભામાં કાર્યવાહી અને પ્રક્રિયાના નિયમ 222 હેઠળ સંસદને ગેરમાર્ગે દોરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વિશેષાધિકાર હનન નોટીસ આપું છું. સરક્ષણ મંત્રી વિરૂદ્ધ આવી જ એક અન્ય નોટીસમાં પાર્ટીનું કહેવું છે કે, 20 જુલાઈએ ચર્ચમાં હસ્તક્ષેપ કરતાં નિર્મલા સીતારમણે સંસદને ગેરમાર્ગે દોરનાર નિવેદન આપ્યું હતું જે કારણે તેમના વિરૂદ્ધ વિશેષાધિકારની નોટીસ આપવામાં આવે છે."

  રાફેલ ફાઈટલ જેટની ખરીદદારીની જાણકારીને લઈને બીજેપી અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહી છે. બંને પાર્ટીઓ એક બીજાને સંસદને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, વડાપ્રધાન અને સરક્ષણ મંત્રીએ સંસદને ગેરમાર્ગે દોરી છે, આ વિશેષાધિકારનું હનન છે. આનાથી પહેલા બીજેપી સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ પર નરેન્દ્ર મોદી અને સરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ વિરૂદ્ધ ખોટા આરોપ લગાવીને સંસદને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

  લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફ્રાન્સ સાથે થયેલ રાફેલ ફાઈટર વિમાન સૌદાને લઈને ગડબડીના આરોપ લગાવ્યા છે. રાહુલે પીએમ અને સંરક્ષણ મંત્રી પાસે રાફેલની કિંમત જણાવવાની માંગ કરી હતી. જવાબ આપતા પીએમે કહ્યું કે આ બંને દેશો વચ્ચેનો કરાર છે. સરક્ષણ મંત્રીએ પણ ક્લોઝનો હવાલો આપતા કિંમત બતાવવાથી ઈન્કાર કર્યો હતો.

  કોંગ્રેસનું કહેવું છે કે સૌદામાં સીક્રેજ ક્લોજ જેવી કોઈ જ વ્યવસ્થા નથી અને પીએમ અને સરક્ષણ મંત્રી બંને સંસદને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. સંસદને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવતા કોંગ્રેસ નેતા આનંદ શર્માએ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવાનો સંકેત આપ્યો.

  જ્યારે બીજેપી પહેલાથી જ આ મામલે તે કહેતી રહી છે કે રાષ્ટ્રીય સુરક્ષાને નજર હેઠળ રાખીને કિંમતનો ખુલાસો થઈ શકે નહી. કોંગ્રેસે તર્ક આપ્યો કે સરકારે કેટલાક મહિના પહેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં રાફેલની કિંમતનો ખુલાસો કર્યો હતો, તો હવે એક વખત ફરીથી નવી કિંમત બતાવવામાં શું મુશ્કેલી છે. બીજેપીએ કોંગ્રેસના રાફેલ સૌદામાં કૌભાંડના આરોપોને ફગાવી દીધા હતા.
  Published by:Mujahid Tunvar
  First published: