લૉબિસ્ટની જેમ કામ રહી રહ્યા છે રાહુલ, તેમને ઇન્ટરપોલનો ઇ-મેલ કેવી રીતે મળ્યો : રવિશંકર પ્રસાદ

News18 Gujarati
Updated: February 12, 2019, 4:21 PM IST
લૉબિસ્ટની જેમ કામ રહી રહ્યા છે રાહુલ, તેમને ઇન્ટરપોલનો ઇ-મેલ કેવી રીતે મળ્યો : રવિશંકર પ્રસાદ
સિનિયર બીજેપી નેતા અને કેન્દ્રીફ આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ (ફાઇલ ફોટો)

રવિશંકર પ્રસાદે કહ્યું કે, "રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ એ બેશરમી અને બેજવાબદારીની પરાકાષ્ઠા છે. જૂઠની મશીન પરથી બીજી કોઈ આશા પણ ન રાખી શકાય."

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાફેલ ડીલ મામલે પીએમ મોદી પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ એક ઇ-મેલનો હવાલો આપતા કહ્યું કે રાફેલ ડીલમાં પીએમ મોદીએ વચેટિયા તરીકેનું કામ કર્યું હતું. આ અંગે વિરોધ પ્રગટ કરતા કેન્દ્રીય કાયદા અને આઈટી મંત્રી રવિશંકાર પ્રસાદે રાહુલ ગાંધી પર લૉબિસ્ટની જેમ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, "રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બેશરમી અને બેજવાબદારીની પરાકાષ્ઠા છે. જૂઠની મશીન પરથી બીજી કોઈ આશા પણ ન રાખી શકાય. તેઓ જમીન લૂંટી લેવાના જામીન પર છે. રાહુલ ગાંધીને એરબસનો ઇન્ટરપોલ ઇ-મેઇલ કોને મોકલ્યો? વિપક્ષમાં રહીને દલાલી અને સત્તામાં ભ્રષ્ટાચારથી કમાણી કરે છે."

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, 'એરબસ પોતે ઇ-મેલ કેસમાં શંકાના ઘેરામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજીવ તલવારના એકાઉન્ટમાં એરબસે 100 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ કંપનીનો ઇ-મેલ લઈને રાહુલ ગાંધી ફરી રહ્યા છે. રાહુલ ગાંધી એ વિદેશી કંપનાના લોબિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે, જે કંપની ભ્રષ્ટાચારના શંકાના દાયરામાં છે.'

આ પણ વાંચો : રાફેલ ડીલ પહેલા સરકારે હટાવી હતી ભ્રષ્ટાચાર વિરોધી કલમો: રિપોર્ટ

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મામલે એક પછી એક સત્યો સામે આવી રહ્યા છે. પહેલા કિંમતની વાત થઇ, પછી રક્ષામંત્રીએ કહ્યું કે અમને ખબર નહોતી, ત્યારબાદ ઓલાંદની વાત સામે આવે છે. રાહુલે આ સાથે કહ્યું કે, 'પીએમ મોદીએ ગુપ્તતાના કાયદાનો ભંગ કર્યો છે. પીએમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત થઇ છે. વડાપ્રધાન સામે ગુનાહિત કાર્યવાહી થવી જોઈએ.'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે જણાવ્યું કે રાફેલ મામલે બચાવવાના અને છુપાવવાના કાર્યો થયા. દુનિયાની સૌથી મોટી સુરક્ષા ડીલ થઇ રહી હોય અને આ અંગે સંરક્ષણ મંત્રીને જ ખબર ન હોય, સંરક્ષણ સચિવને નહિ પરંતુ આ મુદ્દે અનિલ અંબાણીએ જાણકારી હતી. રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદી એક ભ્રષ્ટ વ્યક્તિ છે.
First published: February 12, 2019, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading