રાફેલ ડીલ : રાહુલનો ફરી હુમલો, 'વડાપ્રધાન મોદીએ જ નિભાવી વચેટિયાની ભૂમિકા'

પીએમ મોદીએ ગુપ્તતાના કાયદાનો ભંગ કર્યો છે. પીએમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત થઇ છે. વડાપ્રધાન સામે ગુનાહિત કાર્યવાહી થવી જોઈએ

News18 Gujarati
Updated: February 12, 2019, 3:56 PM IST
રાફેલ ડીલ : રાહુલનો ફરી હુમલો, 'વડાપ્રધાન મોદીએ જ નિભાવી વચેટિયાની ભૂમિકા'
રાહુલ ગાંધી
News18 Gujarati
Updated: February 12, 2019, 3:56 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક વખત વડાપ્રધાન મોદી ઉપર હુમલો કર્યો છે અને એક ઈ-મેલનો સંદર્ભ ટાંકીને પીએમ મોદી ઉપર આક્ષેપ કર્યો છે કે, આ સોદામાં તેમણે "અનિલ અંબાણીના વચેટિયાની ભૂમિકા નિભાવી."

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મામલે એક પછી એક સત્યો સામે આવી રહ્યા છે. પહેલા કિંમતની વાત થઇ, પછી રક્ષામંત્રીએ કહ્યું કે અમને ખબર નહોતી, ત્યારબાદ ઓલાંદની વાત સામે આવે છે. રાહુલે આ સાથે કહ્યું કે, 'પીએમ મોદીએ ગુપ્તતાના કાયદાનો ભંગ કર્યો છે. પીએમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત થઇ છે. વડાપ્રધાન સામે ગુનાહિત કાર્યવાહી થવી જોઈએ.'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે જણાવ્યું કે રાફેલ મામલે બચાવવાના અને છુપાવવાના કાર્યો થયા. દુનિયાની સૌથી મોટી સુરક્ષા ડીલ થઇ રહી હોય અને આ અંગે સંરક્ષણ મંત્રીને જ ખબર ન હોય, સંરક્ષણ સચિવને નહિ પરંતુ આ મુદ્દે અનિલ અંબાણીએ જાણકારી હતી. રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદી એક ભ્રષ્ટ વ્યક્તિ છે.

રાહુલે કહ્યું કે CAG નો મતલબ 'ચોકીદાર ઑડીટર જનરલ' રિપોર્ટ છે. અમારું કામ સરકાર ઉપર દબાણ ઉભું કરવાનું છે અને કોંગ્રેસ પાર્ટી ખુબ જ તાકાત સાથે આ કાર્ય કરી રહી છે.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...