Home /News /national-international /રાહુલ ગાંધીનો ટોણો- 'રાફેલ ઓપન બુક એક્ઝામ' છોડીને પંજાબ ગયા PM મોદી

રાહુલ ગાંધીનો ટોણો- 'રાફેલ ઓપન બુક એક્ઝામ' છોડીને પંજાબ ગયા PM મોદી

રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદમાં રાફેલ ડીલ પર 'ઓપન બુક' ટેસ્ટનો સામનો કરવાનો છે.

    નવી દિલ્હીઃ રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ઘેરવાનું ચાલુ જ રાખ્યું છે. બુધવારે રાફેલ મામલે લોકસભામાં પોતાનો વિચાર રજૂ કર્યા બાદ આ મામલે ટ્વિટ કરીને પીએમ મોદીને ચાર સવાલ પૂછ્યા પછી પણ તેમણે એક ટ્વિટ કરીને મોદીને ટોણો માર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું કે, "એવું લાગી રહ્યું છે કે આપણા વડાપ્રધાન પાર્લિયામેન્ટ અને રાફેલ ઓપન બુક એક્ઝામ છોડીને ભાગી ગયા છે. તેઓ પંજાબની લવલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભાષણ આપી રહ્યા છે. હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ મેં પૂછેલા ર સવાલનો જવાબ વડાપ્રધાન મોદીને પૂછે."

    રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યા 4 સવાલ

    કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મુદ્દે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા છે. આ વખતે તેમણે ટ્વિટ કરીને વડાપ્રધાનને ચાર સવાલ પૂછ્યા છે. જોકે, આ દરમિયાન તેમણે એક ભૂલ પણ કરી હતી, જેના પર રક્ષા મંત્રી નિર્મલા સિતારમણે તેમને ટોણો માર્યો હતો.

    રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદમાં રાફેલ ડીલ પર 'ઓપન બુક' ટેસ્ટનો સામનો કરવાનો છે. રાહુલે સવાલ કર્યો કે તેઓ પરીક્ષામાં પોતે આવશે કે પોતાના પ્રતિનિધિને મોકલશે.

    રાહુલે 'પરીક્ષા' માટે વડાપ્રધાન મોદીને ચાર સવાલ મોકલ્યા હતા. રાહુલે પૂછ્યું કે, વિમાન માટે રૂ. 560 કરોડના બદલે રૂ. 1600 ખર્ચ કેમ થયો? કરાર 'એએ'ને શા માટે આપવામાં આવ્યો? જાહેર ક્ષેત્રની હિન્દુસ્તાન એરોનોટિક્સન લિમિટેડને કેમ નહીં?

    કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટર પર લખ્યું કે, "કાલે, વડાપ્રધાને સંસદમાં 'ઓપન બુક રાફેલ ડીલ પરીક્ષા'નો સામનો કરશે."

    રાહુલે લખ્યું કે, પરીક્ષાના સવાલ આ છેઃ સવાલ 1: 126ના બદલે 36 વિમાનની જરૂર કેમ? સવાલ 2 : રૂ. 560 કરોડ પ્રતિ વિમાનના બદલે ખર્ચ રૂ. 1600 પ્રતિ વિમાન કેમ? સવાલ 4 : 'એચએએલ'ની જગ્યાએ 'એએ' કેમ? શું તેઓ (મોદી) આવશે કે પછી પ્રતિનિધિને મોકલશે.

    જોકે, રાહુલના ટ્વિટમાં ત્રીજો નંબર ગાયબ હતો. આ અંગે રક્ષા મંત્રી નિર્મલા સિતારમણે તેમને ટોન્ટ માર્યો હતો. તેમણે રાહુલના ટ્વિટને રિ-ટ્વિટ કરતા લખ્યું કે-'એક વિદ્યાર્થી જે વર્ગખંડમાં અસફળ રહે છે અને બહારથી પડકાર ફેંકે છે.'

    સવાલો સાથે જોડાયેલા ટ્વિટના બે કલાક પછી રાહુલ ગાંધીએ ફરી એક ટ્વટિ કરીને ત્રીજો સવાલ પૂછ્યો હતો. ત્રીજા ટ્વિટના સવાલ તરીકે રાહુલ ગાંધીએ લખ્યું -'મેં ત્રીજો સવાલ જાણી જોઈને લખ્યો ન હતો. કારણ કે મેડમ સ્પીકરે કહ્યું હતું કે ગોવા ટેપ અંગે કોઈ વાત ન કરવી.' (પરંતુ ત્રીજો સવાલ રાફેલની જેમ વિવાદસ્પદ થઈ ગયો છે) લોક લાગણીને માન આપીને ત્રીજો સવાલ પૂછી રહ્યો છું- સવાલ 3: મોદી જી, અમને જણાવો કે પારિકર જી રાફેલ ડીલની ફાઈલો પોતાના બેડરૂમમાં કેમ રાખે છે અને તેમાં શું છે?

    રાહુલ ગાંધીએ બુધવારે સંસદમાં રાફેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે આ મામલે સીધી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. રાફેલ મામલે એક ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાનની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, ખબર નથી મોદી કઈ દુનિયામાં રહે છે. આખો દેશ તેમને રાફેલ પર સવાલ પૂછી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ સત્ય અને વિશ્વસનિયતા સાથે જવાબ આપવો જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Rafale, Rafale deal, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પીએમ, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन