રાફેલ કેસ: 'ચોકીદાર ચોર હૈ' વાળા નિવેદન પર ફસાયા રાહુલ, સુપ્રીમે માંગ્યો જવાબ

News18 Gujarati
Updated: April 15, 2019, 2:19 PM IST
રાફેલ કેસ: 'ચોકીદાર ચોર હૈ' વાળા નિવેદન પર ફસાયા રાહુલ, સુપ્રીમે માંગ્યો જવાબ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાફેલ સોદાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું, સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર હૈ.

  • Share this:
સુપ્રીમ કોર્ટ રાફેલ મામલે પોતાના ચુકાદાને લઈ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તેમનો જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બન્ચે કહ્યું કે, કોર્ટે વડાપ્રધાન મોદીની વિરુદ્ધ કોઈ ટિપ્પણી નથી કરી. કોર્ટે આ મામલામાં કોંગ્રેસ અધ્યક્ષને 22 એપ્રિલ સુધી જવાબ દાખલ કરવા માટે કહ્યું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે રાહુલ ગાંધીએ આ કોર્ટનું નામ લઈને રાફેલ સોદા વિશે મીડિયા અને જનતાની વચ્ચે કોર્ટની ટિપ્પણી ખોટી રીતે રજૂ કરી. અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે રાફેલ મામલામાં દસ્તાવેજોનો સ્વીકાર કરવા માટે તેમની માન્યતા પર સુનાવણી કરતાં આ પ્રકારની ટિપ્પણીઓ કરવાનો પ્રસંગ ક્યારેય નથી આવ્યો.

મૂળે, રાહુલ ગાંધીએ 10 એપ્રિલે અમેઠીથી નોમિનેશન ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રાફેલ સોદાને લઈને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટ પણ માની લીધું છે કે ચોકીદાર જ ચોર છે.'

રાહુલના આ નિવેદનને લઈ બીજેપીના નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ માનહાનિની પિટિશન દાખલ કરી હતી. સોમવારે લેખી તરફથી કોર્ટમાં વકીલ મુકુલ રોહતગીએ પક્ષ રજૂ કર્યો. રોહતગીએ કહ્યું કે કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરી છે.

આ પણ વાંચો, 'મોદી જ્યારે પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે નહેરુ- ઇંદિરાએ આર્મીને ઊભી કરી છે'

રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિ મામલાની સુનાવણીવાળી બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગાઈએ કરી. ઉલ્લેખનીય છે કે રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટે સરકારની આપત્તિઓને ફગાવતાં રાફેલ મામલામાં રિવ્યૂ પિટિશન પર નવા દસ્તાવેજના આધારે સુનાવણીનો આદેશ આપ્યો છે. તેને કેન્દ્ર સરકાર માટે એક આંચકા રૂપે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો, જનતા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે: અમિત શાહ
First published: April 15, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading