આજે સંસદમાં રજૂ થઈ શકે છે રાફેલ પર CAGનો રિપોર્ટ, કિંમતના ખુલાસાની શક્યતા નહીંવત

CAGનો રિપોર્ટ બે અલગ-અલગ ખંડોમાં તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટનું નામ આપવામાં આવ્યું છે- 'એર એક્વિજિશન'

News18 Gujarati
Updated: February 12, 2019, 9:47 AM IST
આજે સંસદમાં રજૂ થઈ શકે છે રાફેલ પર CAGનો રિપોર્ટ, કિંમતના ખુલાસાની શક્યતા નહીંવત
રાફેલ જેટનો ફાઇલ ફોટો
News18 Gujarati
Updated: February 12, 2019, 9:47 AM IST
સંસદમાં આજે રાફેલ ડીલ પર CAGનો રિપોર્ટ રજૂ થઈ શકે છે. જોકે, હજુ સુધી લોકસભા આજના કામકાજમાં CAGના આ રિપોર્ટનો ઉલ્લેખ નથી, પરંતુ સૂત્રો મુજબ છેલ્લી ઘડીઓમાં તેને સામેલ કરી શકાય છે.

16મું લોકસભાનું હાલનું સત્ર બુધવારે ખતમ થઈ રહ્યું છે. એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી બાદ 17મી લોકસભાનું ગઠન થશે. એવામાં આ વાતની પૂરી શક્યતા છે કે આજે જ રાફેલ પર CAGનો રિપોર્ટ સંસદમાં રજૂ થઈ શકે છે.

પરંપરા મુજબ, CAG રિપોર્ટની એક કોપી રાષ્ટ્રપતિની પાસે અને બીજી કોપી નાણા મંત્રાલયની પાસે મોકલવામાં આવે છે. સીએનએન ન્યૂઝ18ને મળેલી જાણકારી મુજબ, CAGનો રિપોર્ટ બે અલગ-અલગ ખંડોમાં તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટનું નામ આપવામાં આવ્યું છે- 'એર એક્વિજિશન'.

સૂત્રો મુજબ, સંસદમાં રજૂ થનારા CAG રિપોર્ટમાં રાફેલની કિંમતનો ઉલ્લેખ નહીં હોય. CAGના એક અધિકારીએ કહ્યું કે, કિંમતનો ઉલ્લેખ ન કરવા પાછળ બે કારણ છે, પહેલું રાષ્ટ્રીય સુરક્ષા અને બીજું ભારત અને ફ્રાન્સ સરકારની વચ્ચે કિંમત ન જણાવવાને લઈ સમજૂતી.

આ પણ વાંચો, રાફેલ ડીલ પહેલા સરકારે હટાવી હતી ભ્રષ્ટાચાર વિરોધી કલમો: રિપોર્ટ

હાલના સમયમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે CAGના રિપોર્ટમાં તે જ વાતો હશે જે સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવી હતી. ખડગે મુજબ એવામાં કોંગ્રેસ આ રિપોર્ટ પર વિશ્વાસ નહીં કરે.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...