Home /News /national-international /

રાહુલનો પીએમ મોદી પર મોટો હુમલો, કહ્યું - દેશનો ચોકીદાર ભ્રષ્ટ છે

રાહુલનો પીએમ મોદી પર મોટો હુમલો, કહ્યું - દેશનો ચોકીદાર ભ્રષ્ટ છે

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ કહી રહ્યા છે કે, પ્રાઈવેટ કંપનીને જે હજારો કરોડોની ગીફ્ટ આપી છે, તે નરેન્દ્ર મોદીના કહેવા પર આપવામાં આવી છે.

    રાફેલના મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનીવારે પ્રેસ કોન્ફરન્સ કરી, આ દરમ્યાન તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

    પાહુલ ગાંધીએ કહ્યું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ ભારતના પ્રધાનમંત્રીના સંબંધમાં નિવેદન આપ્યું છે. આ મુદ્દે પીએમ સ્પષ્ટીકરણ આપે કે, આ વાત સાચી છે કે ખોટી.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ કહી રહ્યા છે કે, પ્રાઈવેટ કંપનીને જે હજારો કરોડોની ગીફ્ટ આપી છે, તે નરેન્દ્ર મોદીના કહેવા પર આપવામાં આવી છે.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રીને ચોર કહી રહ્યા છે. હું પુછુ છું કે, આ સત્ય છે કે નહી. પીએમના મોંઢામાંથી એક શબ્દ નથી નીકળી રહ્યો. આ જવાનોની જિંદગીનો સવાલ છે. મોદીએ 30 હજાર કરોડ રૂપિયાની ગીફ્ટ અનિલ અંબાણીને આપી છે.

    રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આ એકદમ સ્પષ્ટ છે કે, પીએમ મોદી અને ફ્રાંસ વચ્ચે બંધ રૂમમાં મુલાકાત થઈ હતી. આમાં મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપની જ ભાગીદાર બનશે. આનાથી સ્પષ્ટ છે કે, પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે. દેશનો ચોકીદાર ભ્રષ્ટ છે.

    હું પીએમને કહ્યું છું કે આ મુદ્દે સફાઈ આપે. હું પીએમ પદની ગરીમાને બચાવવા માંગુ છું. પીએમએ કહ્યું કે, હું રાફેલની કિંમત ન જણાવી શકું. મે જ્યારે પીએમને સંસદમાં કહ્યું કે, કિંમત વિશે ગોપનીયતા રાખવાની જરૂરત નથી. ફ્રાંસે પણ આજ કહ્યું હતું, પરંતુ પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીએ સંસદમાં જૂઠુ બોલ્યું કે, કિંમતનો ખુલાસો ન કરી શકાય.

    ઓલાંદોએ શું કહ્યું હતું?
    રાફેલ ડીલને લઈ શુક્રવારે આલાંદોએ કહ્યું છે કે, આ સોદાના ઓફસેટ ભાગીદારના રૂપમાં એક પ્રાઈવેટ કંપનીનો પ્રસ્તાવ મોદી સરકારે આપ્યો હતો અને આમાં ફ્રાંસ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. ઓલાંદના હવાલે કહેવામાં આવ્યું કે, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ સાથે કરાર કરવામાં ફ્રાંસ સરકારની કોઈ ભૂમિકા નથી. રાફેલ ડીલ માટે ભારત સરકારે ત્યાંની એક પ્રાઈવેટ કંપનીના નામનો પ્રસ્તાવ કર્યો હતો. જેથી 10 એવિએશન કંપની પાસે કોઈ અન્ય વિકલ્પ ન હતો.

    ફ્રાંસ સરકારનું ડેમેજ કંટ્રોલ
    જોકે, ઓલાંદોના નિવેદન બાદ ફ્રાંસ સરકારે ડેમેજ કંટ્રેલ કરવાની કોશિસ કરી. સરકારે બચાવમાં કહ્યું કે, આ ડીલમાં ભારતીય કંપનીની પસંદગી પર પીએમની કોઈ ભૂમિકા ન હતી.

    ફ્રાંસીસ કંપનીએ આપ્યું નિવેદન
    આ બાજુ, રાફેલ ડીલમાં શામેલ ફ્રાંસીસ કંપનીઓએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, ડીલ માટે ભારતીય કંપનીને ફ્રાંસની કંપનીઓએ જ સિલેક્ટ કરી હતી. દસે એવિએશને કહ્યું કે, રાઙેલ ડીલ ભારત અને ફ્રાંસ સરકાર વચ્ચે એક અનુબંધ હતો, પરંતુ આ એક અલગ પ્રકારનો અનુભંધ હતો. આમાં દસે એવિએશનને ખરીદી મૂલ્યના 50 ટરા રોકાણ ભારતમાં બનાવવા માટે પ્રતિબદ્ધ હતી. આમાં એક ઈન ઈન્ડીયાની નીતિ અનુસાર, દસો એવિએશને જ ભારતીય કંપની રિલાયન્સ એયરોસ્પેસ લિમિટેડ(ડીઆરએએલ) સંયુક્ત ઉદ્ધમના નિર્માણની શરૂઆત કરી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rafale deal, Surgical strike, પીએમ મોદી, હુમલો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन