Home /News /national-international /પત્નીને મિત્ર સાથે કઢંગી હાલતમાં જોઇ ગયો પતિ, પ્રેમી સાથે મળીને મહિલાએ ના કરવાનું કરી નાંખ્યું

પત્નીને મિત્ર સાથે કઢંગી હાલતમાં જોઇ ગયો પતિ, પ્રેમી સાથે મળીને મહિલાએ ના કરવાનું કરી નાંખ્યું

પત્નીએ પ્રેમી સાથે મળીને મોટો ખેલ ખેલ્યો (પ્રતીકાત્મક તસવીર)

Crime News : અનૈતિક સંબંધો વચ્ચે અડચણ રૂપ બની રહેલા પતિનું કામ તમામ કરવા માટે પત્નીએ એવો ખેલ ખેલ્યો, જેનો ખુલાસો થતાં પરિવારની સાથે પોલીસ પણ ચકરાવે ચડી ગઇ.

    રાયબરેલી : રાયબરેલીમાં પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ પ્રેમી સાથે મળીને એવો ખેલ ખેલ્યો, જેના વિશે સાંભળીને તમે પણ દંગ રહી જશો. પરિણિતાએ પોતાના પ્રેમી સાથે મળીને નાક-મોઢુ દબાવીને પતિને ખૂબ જ તડપાવ્યો, જ્યારે શરીર ઠંડુ પડી ગયું તો બંનેએ સાથે મળીને પતિને ફાંસીને ફંદે લટકાવી દીધો.

    હત્યાને આપ્યું આત્મહત્યાનું રૂપ


    સવારે પરિણિતાએ આ મામલાને આત્મહત્યાનું રૂપ આપવા માટે જોરદાર ડ્રામા કર્યો. જેને જોઇને પોલીસ પણ મુંઝાઇ ગઇ હતી. પરિણિતા શબ પાસે પહોંચીને હૈયાફાટ રૂદન કરવા લાગી અને પોલીસ પહોંચે તે પહેલાં જ ફાંસીનો ગાળિયો ચાકુથી કાપીને શબને નીચે ઉતારી લીધો.

     આ પણ વાંચો : VIDEO: યમરાજના હાથમાંથી પતિનો જીવ પાછો લઈ આવી પત્ની, 10 મીનિટ સુધી મોઢામાં શ્વાસ આપતી રહી

    પરિણીતાના ફૂલ પ્રુફ ડ્રામાને ઘરના સભ્યો સહિત પોલીસે પણ હકીકત માની લીધી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ શ્વાસ રૂંધાવાનું સામે આવ્યું તો પોલીસ પણ ગોથે ચડી ગઇ. પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી તો મામલો લગ્નેત્તર સંબંધોનો હોવાનું સામે આવ્યું.

    પતિના મિત્ર સાથે પરિણીતાએ મનાવી રંગરેલિયાં


    આ મામલો ગદાગંજ થાણા વિસ્તારના સુઠા હરદોં ગામનો છે. અહીં રહેતા રાજેશ કુમાર વડોદરામાં કામ કરે છે. ગામનો રહેવાસી સુમેર પણ ત્યાં જ કામ કરતો હતો અને બંને સાથે જ રહેતા હતા. જેના પગલે રાજેશ અને સુમેર વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને એકબીજાના ઘરે પણ આવતા જતા હતા. આ દરમિયાન જ સુમેરના રાજેશની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા. એક દિવસ રાજેશે પત્નીને સુમેર સાથે કઢંગી હાલતમાં જોઇ લીધી.

     આ પણ વાંચો : સાહેબ! મને પ્રેમી સાથે પરણાવી જ દો નહીં તો...પોલીસ સ્ટેશને પહોંચેલી પ્રેમિકાએ પકડી જીદ

    તે બાદ રાજેશે પત્ની સાથે કડક વલણ અપનાવ્યું તો બંને પ્રેમી-પ્રેમીકાએ ખતરનાક નિર્ણય લીધો. બંનેએ પ્લાન બનાવ્યો કે રાજેશને રસ્તામાંથી હટાવીને લગ્ન કરી લેશે. તેના માટે બંનેએ નક્કી કર્યુ કે તેને મારીને ફાંસી પર લટકાવી દેશે અને તેને આત્મહત્યા ઘોષિત કરી દેશે. એક અઠવાડિયા પહેલા બંનેએ પ્લાન મુજબ જ હત્યાને અંજામ આપ્યો. પરંતુ તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યુ અને પોલીસે પ્રેમી-પ્રેમિકાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Crime news, Extra marital affair, Physical Realtion, Relationship

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन