રાયબરેલીઃ મંચ પર શાહ-યોગી હાજર હતા ત્યારે શમિયાણામાં લાગી આગ

  • Share this:
    રાયબરેલીમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જનસભામાં લાગેલા શમિયાણામાં આગ લાગી ગઈ હતી. આગ લાગી ત્યારે મંચ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બીજેપી પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્ર નાથ પાંડેય પણ હાજર હતા. આ દરમિયાન શમિયાણામાં લાગેલા સાઉન્સ સિસ્ટમમાં પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી. આગને કારણે ત્યાં અફડા-તફડી મચી ગઈ હતી. જોકે, ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડના કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

    આગ લાગી હતી ત્યારે ઉત્ત પ્રદેશના બીજેપીના અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય હાજર લોકોને સંબોધન કરી રહ્યા હતા. આ સમયે સીએમ યોગી આદિત્યનાથ અને અમિત શાહ મંચ પર બિરાજમાન હતા. આગ લાગવાને કારણે થોડીવાર માટે કાર્યક્રમને રોકી દેવામાં આવ્યો હતો.

    આગની ઘટના બાદ સંબોધન માટે ઉભા થયેલા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસે હિન્દુ સંસ્કૃતિને 'ભગવો આતંકવાદ' કહીને ભૂલ કરી છે. તેમણે આ અંગે માફી માંગવી જોઈએ.

    આગની ઘટના પર શાહે કહ્યું હતું કે, 'યોગી સરકારે ઉત્તર પ્રદેશના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે. થોડા સમય પહેલા અહીં આગનો બનાવ બન્યો હતો. બધી મીડિયા ચેનલ આગને બતાવી રહી હતી. જ્યારે પણ કંઈ સારું થવાનું હોય છે ત્યારે અમુક વિઘ્નો આવતા હોય છે. આ એ વાતનો પુરાવા છે કે રાયબરેલીમાં કંઈક મોટું થવાનું છે.'

    Published by:Vinod Zankhaliya
    First published: