કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રભારી પ્રિયંકા ગાંધીની લોકસભા ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી છે. તેમણે અમેઠીમાં કહ્યું હતું કે, પાર્ટી કહેશે તો, તે ચૂંટણી લડવા પર વિચાર કરશે. ગુરૂવારે તે માં સોનિયા ગાંધીના ચૂંટણી ક્ષેત્ર રાયબરેલીમાં હતા. આ દરમ્યાન એક કાર્યકર્તાએ તેમને કહ્યું કે, તે રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી લે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેને મજાકમાં જવાબ આપ્યો કે, વારાણસીથી કેમ ના લડુ? વારાણસીથી જ લડી લઉ! તમને જણાવી દઈએ કે, વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન જબરદસ્ત ચાલી રહ્યું છે. એવામાં સંસદમાં સૌથી વધારે સભ્યો આપનાર ઉત્તર પ્રદેશનું મહત્વ ખુબ વધી ગયું છે. બીજેપી તરફથી ચૂંટણી પ્રચાર અભિયાનની કમાન ખુદ નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા છે, તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મોચ્યો સંભાળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મહત્વને જોતા કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓને પ્રદેશની જવાબદારી આપી રાખી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંઘિયાને સોંપવામાં આવી છે, તો પૂર્વ ઉત્તરની જવાબદારી પ્રિયંકા ગાંધી પાસે છે.
પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં સળંગ ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવી રહી છે. પ્રયાગરાજમાં વારાણસી સુધીની યાત્રા કર્યા બાદ તે હાલમાં અમેઠી અને રાયબરેલીના પ્રવાસે છે. આ દરમ્યાન પ્રિયંકા ગાંધી પાર્ટી કાર્યકર્તાઓ સાથે સામાન્ય પ્રજા સાથે પણ સંવાદ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, અમેઠીથી જ્યાં રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવાર હશે, ત્યાં રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડશે. એવામાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ચૂંટણી લડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, તે પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, પાર્ટી જેવું ઈચ્છશે તે તેવું કરવા માટે તૈયાર છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર