Home /News /national-international /અવૈધ સંબંધ : 5 વર્ષની દીકરી પ્રેમી સાથે જોઈ ગઈ તો મા ગભરાઈ, પતિથી બચવા કર્યું આ ભયંકર કામ

અવૈધ સંબંધ : 5 વર્ષની દીકરી પ્રેમી સાથે જોઈ ગઈ તો મા ગભરાઈ, પતિથી બચવા કર્યું આ ભયંકર કામ

માતાએ બાળકીની હત્યા કરી

માતાને આ રીતે ગૈરપુરુષ સાથે રહેતા જોઈ પુત્રીએ પિતાને આખી વાત જણાવી દેવાની વાત કરી. પતિને ફરિયાદ કરવાની વાત સાંભળી માતા ગભરાઈ ગઈ અને...

રાયબરેલી : ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં માતાએ જ પોતાની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પીયરમાં આવેલી મા પોતાના પ્રેમીના ઘરે રહેવા આવી હતી. તેની સાથે તેની પાંચ વર્ષની પુત્રી પણ હતી. માતાને આ રીતે ગૈરપુરુષ સાથે રહેતા જોઈ પુત્રીએ પિતાને આખી વાત જણાવી દેવાની વાત કરી. પતિને ફરિયાદ કરવાની વાત સાંભળી માતા ગભરાઈ ગઈ અને પ્રેમી સાથે મળીને પુત્રીને કૂવામાં ફેંકી દીધી. મંગળવારે પોલીસે કૂવામાંથી નિર્દોષ બાળાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે આરોપી માતા અને તેના પ્રેમીની અટકાયત કરવામાં આવી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી.

આ ઘટના ડલમઉ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરસણા ગામની છે. સુરસણા ગામની રેણુના લગ્ન ડાલમઉના બલભદ્રપુર ગામમાં રહેતા સંતોષ કુમાર સાથે થયા હતા. તેમને પાંચ વર્ષની એક પુત્રી હતી. તે બાળકી સાથે હોળી પહેલા પીયરે ગઈ હતી. 31 માર્ચે તેણે સાસરીમાં પાછા આવવાનું હતું, પરંતુ તે આવી નહોતી. બધા લોકોએ શોધ કરી પણ કંઈ મળ્યું નહીં.

આ પણ વાંચો - મહેસાણા : હત્યાનો ભેદ ઉકેલાયો, 9 કિન્નરોએ ભેગા થઈને અન્ય કિન્નર ભાવિકાની કરી હત્યા

પોલીસે સમગ્ર મામલે ખુલાસો કર્યો

આ દરમિયાન સોમવારે રેણુના સાસરીયાઓને જાણ થઈ કે તે ડલમઉ દિબિયાપુર ગામમાં તેના પ્રેમી સચિન યાદવના ઘરે છે, પરંતુ તેની સાથે દીકરી નથી. પરિવારે બાળકીની શોધ શરૂ કરી અને પોલીસને જાણ કરી. જ્યારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી ત્યારે બાળભદ્રપુર ગામથી આશરે 500 મીટર દૂર કૂવામાંથી બાળકીની લાશ મળી આવી હતી.

આ પણ વાંચો - રાજકોટ : મોતનું રહસ્ય, 'બકરાના ચારા માટે ઝાડ પર ચઢ્યા, કરંટ લાગતા ત્યાં જ ચોટી જતા મોત'

આ પછી એસપી, સીઓ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ માતા અને પ્રેમીની કસ્ટડીમાં પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, રેણુને એક વર્ષથી સચિન સાથે પ્રેમ સંબંધ છે. એસપી શ્લોક કુમારે જણાવ્યું કે, તે તેની સાથે બે દિવસ રોકાઈ હતી. બાળકીએ કહ્યું કે, તે આ વાત પિતા સંતોષને કહી દેશે. જેથી બંનેએ મળીને બાળકીની હત્યા કરી હતી.
First published: