Radhika-Anant Mehndi- મંગળવારે મહેંદી સેરેમની યોજાઈ હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમની માટે પોપ્યુલર સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અબી જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો હતો. તેમણે પણ તેમના ઈન્સ્ટાગ્રામ પર રાધિકાની એક તસવીર શેર કરી છે.
મુંબઈ. મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નનાં બંધનમાં બંધાશે. મંગળવારે મહેંદી સેરેમની યોજાઈ હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમની માટે પોપ્યુલર સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અબી જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો હતો. તેમણે પણ તેમના ઈન્સ્ટાગ્રામ પર રાધિકાની એક તસવીર શેર કરી છે.
આ ઈવેન્ટમાં રાધિકાના કેટલાક ફેને અકાઉન્ટ પર એક ક્લિપ શેર કરી હતી જેમાં તેના ફોટોઝ છે. તેમજ રાધિકા મર્ચન્ટનો મહેંદી સેરેમનીમાં ડાન્સ કરતો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેણે કલંક ફિલ્મના આલિયા ભટ્ટના ગીત ઘર મોર પરદેશિયા પર ડાન્સ કર્યો હતો. અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ પોતાની સુંદરતા અને શાનદાર ડાન્સ મૂવ્સથી દરેકનું દિલ જીતી લીધું હતું.
પિંક કલરનો લહેંગો પહેર્યો હતો તેમા મલ્ટિકલરથી એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે તેમાં મિરર વર્ક હતું અને નીચના ભાગમાં ગોલ્ડન પટ્ટી લગાવવામાં આવી હતી. આ સાથે તેણે મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો, જેમાં હાફ સ્લીવ હતી. તેણે જે દુપટ્ટો પહેર્યો હતો તે પણ પિંક કલરનો હતો, તેમાં લહેંગામાં કરવામાં આવેલા વર્કનો પહોળો પટ્ટો ચારેતરફ લગાવવામાં આવ્યો હતો અને વચ્ચે ગોલ્ડન દોરાથી કામ કરવામાં આવ્યું હતું.
તેણે લાંબો અને ટૂંકો તેમ બે કુંદનના હાર પહેર્યા હતા. આ સાથે માંગટિક્કો અને ઈયરિંગ્સ પહેરી હતી. હાથમાં તેણે માત્ર એક-એક બંગડી પહેરી હતી.ઓવરઓલ લૂકમાં અંબાણી પરિવારની નાની વહુ સ્ટનિંગ અને ગોર્જિયસ લાગતી હતી.
રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણીની ભાવિ પત્ની, એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે.રાધિકાએ પોતાનો શાળાકીય અભ્યાસ મુંબઈમાં જ કર્યો છે. જે બાદ તે ઉચ્ચ અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. અહીં તેણે પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી 2017માં તે ઈસપ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોડાઈ હતી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર