Home /News /national-international /

નમન! CNN-News18ના મેનેજિંગ એડિટર રાધાકૃષ્ણન નાયરનું 54 વર્ષની ઉંમરે નિધન

નમન! CNN-News18ના મેનેજિંગ એડિટર રાધાકૃષ્ણન નાયરનું 54 વર્ષની ઉંમરે નિધન

રાધાકૃષ્ણન નાયર સીએનએન-NEWS18ની સંસ્થાપક ટીમનો હિસ્સો હતા

રાધાકૃષ્ણન નાયર સીએનએન-NEWS18ની સંસ્થાપક ટીમનો હિસ્સો હતા

    સીએનએન-NEWS18ના મેનેજિંગ એડિટર રાધાકૃષ્ણન નાયરનું મંગળવાર સવારે 54 વર્ષની ઉંમરે નિધન થયું છે. વર્ષ 1964માં જન્મેલા નાયર ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. ન્યૂઝને લઈને હંમેશાથી જોશથી ભરેલા નાયર નવા અવસરોની તલાશમાં કેરળથી દિલ્હી આવ્યા અને થોડા વર્ષો સુધી સમાચાર એજન્સી યૂએનઆઈ માટે કામ કર્યું. ત્યારબાદથી તેઓ ટીવી પત્રકારત્વમાં ઉતરી ગયા.

    નાયરે ટીવી18 માટે ઈન્ડિયા બિઝનેસ રિર્પોટ કાર્યક્રમમાં પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. આ શો બીબીસી ઈન્ડિયા પર પ્રશારિત કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેઓએ સોની ટીવી પર પ્રસારિત થતી સાચી કહાણીઓ પર આધારિત સીરિયલ ભંવર માટે રિસર્ચ અને સ્ક્રીપ્ટ લખવામાં મદદ કરી.

    રાધાકૃષ્ણન નાયર સીએનએન-NEWS18ની સંસ્થાપક ટીમનો હિસ્સો હતા, જેમણે અનેક યુવા પત્રકારોની કારકિર્દીને નવો આયામ આપ્યો. નેટવર્ક 18 દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને મિત્રોની સાથે ઊભું છે.

    નાયરના નિધન પર નાણા મંત્રી અરુણ જેટલી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ સહિત દેશભરના અનેક પત્રકારો અને નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

















    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CNN NEWS18, Radhakrishnan Nair, અરવિંદ કેજરીવાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन