COVID variant R.1 : કોરોનાને વધુ ઘાતક બનાવી શકે નવો વેરિએન્ટ, જાણો શા માટે રહેવું પડશે સતર્ક

કોવિડ-19નું સૌથી ખતરનાક વેરિએન્ટ અમેરિકામાં મળી આવ્યું છે. તેનું નામ R.1 વેરિએન્ટ (COVID variant R.1)છે (પ્રતિકાત્મક તસવીર)

R 1 COVID variant- કોરોના વાયરસનો (Coronavirus)આતંક વિશ્વભરમાં ફરી એકવાર વધી રહ્યો હોય તેવું લાગે છે. ઘણા દેશોમાં કોવિડ-19 (covid-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસનો (Coronavirus)આતંક વિશ્વભરમાં ફરી એકવાર વધી રહ્યો હોય તેવું લાગે છે. ઘણા દેશોમાં કોવિડ-19 (covid-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની ચેતવણી (coronavirus third wave)પણ આપવામાં આવી છે. કોરોના વાયરસના વધતા જતા કેસોની સંખ્યા વચ્ચે વધુ બિહામણા સમાચાર સામે આવ્યા છે. કોવિડ-19નું સૌથી ખતરનાક વેરિએન્ટ અમેરિકામાં મળી આવ્યું છે. તેનું નામ R.1 વેરિએન્ટ (COVID variant R.1)છે . ત્યારે આ વેરિએન્ટ (COVID variant) શા માટે ખતરનાક છે? તેના જોખમો અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

કોરોનાનું R.1 વેરિએન્ટ

નિષ્ણાંતોએ લોકોને કોરોના વાયરસના આ ખતરનાક વેરીએન્ટ વિશે ચેતવણી આપી છે. સંશોધકોએ તાજેતરમાં અમેરિકામાં કોરોના વેરિએન્ટ R.1 ની ઓળખ કરી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, R.1 વેરિએન્ટના કેસ ઓછા છે પણ બેદરકારી દાખવી શકાય નહીં. આ ખતરનાક સાબિત થઈ શકે છે.

R.1 વેરિએન્ટની ઓળખ ભલે હમણાં જ થઈ હોય, પરંતુ ગયા વર્ષે જાપાનમાં આ વેરિએન્ટ મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ R.1 વેરિએન્ટ જોવા મળ્યું છે. અમેરિકા સહિત દુનિયાભરના લગભગ 35 દેશોમાં કોરોનાના R.1ના વેરોએન્ટના કેસ મળ્યા છે. તાજા આંકડા મુજબ આ વેરિએન્ટના કારણે 10000થી વધુ લોકો સંક્રમિત થયા છે.

કોરોના મહામારી ફાટી નીકળ્યાને દોઢ વર્ષ વીતી ગયું છે, છતાં પણ કોરોનાએ વિશ્વભરમાં વિનાશ વેરવાનું ચાલુ રાખ્યું છે. થોડા સમયથી ડેલ્ટા વેરિએન્ટ્સ વૈશ્વિક સ્તરે ચિંતાજનક સ્ટ્રેઇન હતા. હવે તો નવા વેરિએન્ટ્સ ઉમેરાઈ રહ્યા છે.

આ પણ વાંચો - 65 કલાકમાં 24 મીટિંગ- અમેરિકા પ્રવાસમાં જોવા મળ્યું PM મોદીનું ટાઇમ મેનેજમેન્ટ, દરેક ક્ષણને બનાવી ફળદાયી

ડિસીઝ કન્ટ્રોલ (CDC)ના અહેવાલ મુજબ એપ્રિલ 2021થી અમેરિકામાં આ વેરીએન્ટ જોવા મળ્યો છે. પ્રારંભિક કેસ કેન્ટુકી નર્સિંગ હોમમાં મળી આવ્યા હતા. જ્યાં કોવિડ રસીકરણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નર્સિંગ હોમ્સમાં રસી આપવામાં આવેલા 87 ટકા લોકોમાં સ્ટ્રેઇનના કોઈ લક્ષણો દેખાયા નથી. બીજી તરફ રસી આપવામાં આવી ન હોય તેમનામાં જ આ સ્ટ્રેઇનના લક્ષણો જોવા મળ્યા છે. ડેટા અનુસાર, R.1 પર ભલે બધાનું ધ્યાન હોય પણ અત્યારે યુ.એસ.માં તમામ કોવિડ-19 કેસોમાં અત્યંત ટ્રાન્સમિસિબલ ડેલ્ટા વેરિએન્ટનો હિસ્સો લગભગ 98 ટકા છે.

ઉલ્લેખનીય છે કે, R1 વેરિએન્ટ ઘણા મ્યુટેશન દ્વારા બન્યો છે. સીડીસીના જણાવ્યા અનુસાર, આ સ્ટ્રેઇન એન-ટર્મિનલ ડોમેઇનમાં વધુ મ્યુટેશનનું કારણ બની શકે છે. તે એન્ટિબોડીઝની અસરને ઘટાડી શકે છે. એટલે કે આ મ્યુટન્ટની અંદર કેટલીક હાનિકારક ક્ષમતા હોઈ શકે છે અને મોનોક્લોનલ એન્ટિબોડીઝને પણ સંપૂર્ણપણે દૂર કરી શકે છે. તેથી જ વૈજ્ઞાનિકોને લાગે છે કે, R.1 વેરીએન્ટ રસીકરણ કરાવનારા લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે. જોકે, વિવિધ વેરિએન્ટમાં અલગ અલગ મર્યાદાઓ હોઈ શકે છે. મૂળ સ્ટ્રેઇનથી વિપરીત નવું વેરિએન્ટ લોકોને અલગ રીતે અસર કરી શકે છે.

કોવિડ-19ના અન્ય વેરિએન્ટ કરતા R.1 સ્ટ્રેઇન વધુ અથવા ઓછી ઝડપથી ફેલાય છે કે નહીં તે અંગે હજી સંપૂર્ણ જાણકારી નથી. પરંતુ, આ અલગ સ્ટ્રેઇનના કેટલાક મ્યુટેશન અગાઉના વેરિએન્ટ કરતા અલગ રીતે અસર કરી શકે છે. વર્તમાન સમયે મોટાભાગના આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, R.1માં ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ક્ષમતાનો અભાવ છે. અત્યારે ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક વેરિએન્ટ છે. ત્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આપણે R.1 વેરિએન્ટ માટે પણ ધ્યાન રાખવું પડી શકે છે. અહેવાલો અનુસાર, R.1 વધુ ટ્રાન્સમિશન તરફ દોરી શકે તેવો ખતરો છે.

R.1માં મ્યુટેશનનું સંયોજન છે. સ્પાઇક પ્રોટીનના રિસેપ્ટર-બાઇન્ડિંગ ડોમેઇન (E484K) ઉપરાંત તેમાં એન-ટર્મિનલ ડોમેઇનમાં W152L મ્યુટેશન પણ છે. આ સંયોજનના કારણે એન્ટીબોડીની અસરકારકતા ઘટી શકે તેવી દહેશત છે.

ઉલ્લેખનીય છે કે, 484 જેટલા મ્યુટેશન એન્ટીબોડી સામે ખતરા સમાન છે. E484K બીટા, ગામા, ઇટા, અને લોટા તથા એમયુ વેરીએન્ટમાં સ્થાન ધરાવે છે. જેથી R.1માં પણ આ મ્યુટેશન હોવાથી વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે.

રસી લેવી જરૂરી

સીડીસીના મતે ડેલ્ટા વેરિએન્ટ અત્યંત ચેપી છે. કેટલાક ડેટા સૂચવે છે કે, ડેલ્ટા વેરિએન્ટ રસી ન લીધી હોય તેવા લોકોમાં અગાઉના વેરીએન્ટ કરતા વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આંકડા મુજબ જેમને રસી આપવામાં આવી નથી તેમને ગંભીર અસર થવાની સંભાવના 11 ગણી વધારે છે.
Published by:Ashish Goyal
First published: