ઉત્કર્ષ આનંદ, નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની બંધારણીય બેન્ચે ગુરુવારે અગત્યનો ચુકાદો આપતાં કહ્યું છે કે રાજ્ય અનામત (Reservation) માટે SC/ST સમુદાયમાં પણ કેટેગરી બનાવી શકે છે. કોર્ટે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી SC/STમાં આવનારી કેટલીક જાતિઓને બીજાઓની તુલનામાં અનામત માટે પ્રાથમિકતા આપી શકાય. આ પહેલા 2004માં ઈવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ (Constitution Bench) એ ચુકાદો આપ્યો હતો કે કોઈ વર્ગને પ્રાપ્ત કોટાની અંદર કોટાની મંજૂરી નથી, જેથી કોર્ટે આ મામલો આગળ વિચાર માટે 7 જજોની બેન્ચને મોકલ્યો છે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે SC/STની અંદર ક્રીમી લેયરની અવધારણા પર પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં રાજ્યોને એવા સમૂહોના કોટાનો લાભ આપવા માટે અધિકૃત કરી છે, જે અનામતનો લાભ પ્રાપ્ત કરવામાં સક્ષમ નહોતા.
પોતાના આદેશમાં જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે માન્યું કે SC/STની અંદર ઉપજાતિઓ માટે અનામતની જોગવાઇ કરી શકાય છે. ગુરુવારે બેન્ચે કહ્યું કે, આ પ્રકારના વર્ગીકરથી બંધારણના આર્ટિકલ 341 હેઠળ રાષ્ટ્રપતિના આદેશની સાથે કોઈ ચેડા નહીં થાય. જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, રાજ્યની પાસે અનામત આપવાની શક્તિ છે, તો તેઓ એ ઉપજાતિઓને લાભ આપી શકે છે જે પહેલા તેનો લાભ નહોતા લઈ શકતા.
ઈન્દિરા બેનર્જી, વિનીતા સરન, એમ. આર. શાહ અને અનિરુદ્ધ બોસની આ બેન્ચે કહ્યું કે, 2004ના ચુકાદાને યોગ્ય રીતે નિયત નથી કરવામાં આવ્યો અને રાજ્ય SC/STની અંદર જાતિને ઉપવર્ગીકૃત કરવા માટે કાયદો બનાવી શકે છે.
આ પણ વાંચો, સુશાંતના મૃતદેહને લેવા કેમ બે એમ્બ્યૂલન્સ પહોંચી હતી? સામે આવ્યું સત્ય હાલમાં 5 જજોનો મત છે કે 2004ના ચુકાદા પર ફરીથી પુનર્વિચારની જરૂર છે. બંને મામલામાં આજે ચુકાદો આપનારા અને ઈવી ચિન્નય્યા મામલામાં ચુકાદો આપનારી બંધારણીય બેન્ચમાં જજોની સંખ્યા 5 છે. જેથી આજે બંધારણીય બેન્ચે પોતાનો મત રજૂ કરતાં માન્યું કે જૂના ચૂકાદામાં આપવામાં આવેલી વ્યવસ્થા પર ફરીથી વિચારની જરૂર છે. તેથી મામલો આગળ મોટી બેન્ચ એટલે કે 7 જજોની બેન્ચને મોકલવાની વાત કહેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર