ખામોશ! "શત્રુઘ્ન સિન્હાને ભાજપ સાથે પ્રોબ્લેમ છે તો છોડી કેમ દેતા નથી?"

News18 Gujarati
Updated: January 17, 2019, 3:19 PM IST
ખામોશ!
શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હા

આ પહેલા શત્રુઘ્ન સિન્હાએ નરેન્દ્ર મોદી સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તેમની સરકાર વન મે શો છે.”

  • Share this:
એક્ટર અને રાજકારણી સાસંદ શત્રુઘ્ન સિન્હા ઘણા સમયથી નરેન્દ્ર મોદીનાં ટીકાકાર રહ્યા છે અને તેમની નીતિઓની આલોચના કરતા રહે છે પણ બિહાર ભાજપનાં નેતા અને બિહારનાં નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ શત્રુઘ્ન સિન્હાને સવાલ કર્યો કે, જો તેમને ભારતીય જનતા પાર્ટીથી આટલા બધા પ્રશ્નો છે તો પછી એ છોડી કેમ દેતા નથી ?

શત્રુઘ્ન સિન્હા બિહારથી ભાજપનાં સાસંદ તરીકે ચૂંટાયેલા છે. તેઓ ભાજપથી નારા એવા યશવંત સિન્હા સાથે સમગ્ર દેશમાં ફરે છે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરે છે. ખાસ કરીને અમિત શાહ અને મોદીના કાર્યશૈલીની તેઓ ટીકા કરે છે.

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, જે રીતે શત્રુઘ્ન સિન્હા ભાજપ વિશે વાતો કરે છે અને જે ભાષાનો પ્રયોગ કરે છે તે જોતા તેમણે ભાજપ છોડી દેવો જોઇએ”.

તેમણે સિન્હા પર સવાલ કરતા પુછ્યું કે, શા માટે તેઓ હજુ ભાજપમાં છે ? તેઓ પાર્ટીનું અપમાન કરે છે અને છતાંય પાર્ટીમાં છે. તેઓ યસવંત સિન્હાની સંગતમાં ચાલ્યા ગયા છે.”

યશવંત સિન્હા પણ નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરે છે અને જાહેરમાં મોદી સરકારની નીતિઓ વિશે બોલે છે.
થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યુ આપ્યો હતો પણ શત્રુઘ્ન સિન્હાએ મોદીની ટીકા કરતા કહ્યું હતું કે, મોદીનો ઇન્ટરવ્યુ ગોઠવણ વાળો હતો પણ તેણે સાચા પત્રકારોનો સામનો કરવો જોઇએ”.આ પહેલા શત્રુઘ્ન સિન્હાએ નરેન્દ્ર મોદી સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તેમની સરકાર વન મે શો છે.”
First published: January 17, 2019, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading