હૈદરાબાદ એન્કાઉન્ટર : પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠ્યા, FIR નોંધવા માંગ

News18 Gujarati
Updated: December 6, 2019, 12:00 PM IST
હૈદરાબાદ એન્કાઉન્ટર : પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠ્યા, FIR નોંધવા માંગ
તેલંગાના પોલીસે કરેલા એન્કાઉન્ટર પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

તેલંગાના પોલીસ પર કેસ નોંધવો જોઈએ, ઉપરાંત આ મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ પણ કરાવવી જોઈએ : વૃંદા ગ્રોવર

  • Share this:
નવી દિલ્હી : હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા મામલા (Hyderabad Gangrape Murder Case)માં જે રીતે તેલંગાના પોલીસ (Telangana Police)એ ચારેય આરોપીઓને એન્કાઉન્ટર (Hyderabad Encounter)માં ઠાર માર્યા છે, ત્યારબાદથી પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની વકીલ વૃંદા ગ્રોવર (Vrinda Grover)એ કહ્યું કે, તેલંગાના પોલીસ પર કેસ નોંધવો જોઈએ. ઉપરાંત આ મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ પણ કરાવવી જોઈએ. તેઓએ કહ્યું કે, કોઈ પણ ઘટનામાં પોલીસ એન્કાઉન્ટર કરવું ખોટું છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women)ની અધ્યક્ષ રેખા શર્મા (Rekha Sharma)એ કહ્યું કે, કોઈ પણ મામલામાં એન્કાઉન્ટર કરવું યોગ્ય નથી. તેઓએ કહ્યું કે પોલીસ દાવો કરી રહી છે કે આરોપી પોલીસની બંદૂક છીનવીને ભાગવાના પ્રયાસમાં હતા. એવામાં કદાચ તેમનો નિર્ણય યોગ્ય પણ હોઈ શકે. અમારી માંગ છે કે આ પ્રકારના મામલામાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે પરંતુ કાયદાકિય પ્રક્રિયા હેઠળ તેમને સજા મળે.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : આ પોલીસ ઑફિસરે એન્કાઉન્ટરને આપ્યો અંજામરેખા શર્માએ વધુમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે આ પ્રકારના મામલાઓમાં ઝડપથી તપાસ કરવામાં આવે અને કાયદાકિય પ્રક્રિયા હેઠળ જ આરોપીઓને મોતની સજા આપવામાં આવે. તેઓએ કહ્યું કે આજે ભલે જે રીતે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને આ ઘટના બાદ લોકો ખુશ છે પરંતુ આપણું બંધારણ છે અને કાયદાકિય પ્રક્રિયા છે.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર સ્થળે પોલીસનું ફુલોથી સ્વાગત, ડીસીપી ઝિંદાબાદના લાગ્યા નારા

બીજી તરફ, ઉન્નાવ દુષ્કર્મ કેસમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ની સુપ્રીમો માયાવતી (Mayawati)એ ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police)ને હૈદરાબાદ પોલીસ (Hyderabad Police) પાસેથી પ્રરેણા લેવાનું સૂચન કર્યું છે. માયાવતીએ હૈદરાબાદ ગેંગરેપ મામલામાં આરોપીઓની પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાવા પર તેઓએ કહ્યું કે, આના કારણે બળાત્કારીઓના મનમાં ડર ઊભો થશે. તેઓએ કહ્યું કે, હૈદરાબાદ પોલીસની જેમ જ ઉત્તર પ્રદેશ પોલીસે પણ કડક પગલાં લેવા જોઈએ જેથી વધતાં દુષ્કર્મની ઘટનાઓ રોકી શકાય.

આ પણ જુઓ, Photos: પોલીસે આ સ્થળે કર્યું હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના 4 આરોપીઓનું એન્કાઉન્ટર
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर