Home /News /national-international /Queen Elizabeth II Funeral: ક્વિન એલિઝાબેથ-IIના અંતિમસંસ્કારમાં 2 હજાર લોકો સામેલ થશે, જાણો ભારતમાં બેસીને કેવી રીતે વિદાય જોશો

Queen Elizabeth II Funeral: ક્વિન એલિઝાબેથ-IIના અંતિમસંસ્કારમાં 2 હજાર લોકો સામેલ થશે, જાણો ભારતમાં બેસીને કેવી રીતે વિદાય જોશો

ક્વિન એલિઝાબેથના અંતિમસંસ્કારમાં 2000 મહેમાનો જોડાશે - ફાઇલ તસવીર

Queen Elizabeth II Funeral: લંડનમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારને લઈને લોકોમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે સોમવારે સવારે 11 વાગ્યે તેમને આખરી વિદાય આપવામાં આવશે. સવારે 6.30 વાગ્યાથી તેની કામગીરી ચાલુ કરવામાં આવશે. આ અંતિમસંસ્કારમાં બે હજાર મહેમાન સામેલ થશે. આ કાર્યક્રમને કેટલાંય માધ્યમો દ્વારા સમગ્ર વિશ્વમાં જોઈ શકાશે.

વધુ જુઓ ...
    લંડનઃ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સોમવારે અંતિમસંસ્કાર કરવામાં આવશે. 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા એલિઝાબેથના અંતિમસંસ્કાર પર સમગ્ર વિશ્વની નજર છે. મહારાણી એલિઝાબેથે 80 વર્ષ સુધી શાસન કર્યુ અને 8મી સપ્ટેમ્બરે તેમનું નિઘન થયું છે. તેમના અંતિમસંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જેવા વૈશ્વિક નેતા પણ સામેલ થવાના છે. આ કાર્યક્રમમાં વીઆઈપી મહેમાનો લંડન પહોંચી રહ્યા છે.

    શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો લાઇનોમાં ઊભા રહેશે


    લંડનના વેસ્ટમિંસ્ટર એબેમાં થનારા કાર્યક્રમમાં 2000 જેટલા મહેમાન સામેલ થશે. જ્યારે વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં 800 મહેમાન સામેલ થશે. અહીં જ તેમને દફન કરવામાં આવશે. સામાન્ય માણસો પણ અહીં મહારાણીના દર્શન કરી શકશે. તેમની અંતિમયાત્રા વેસ્ટમિંસ્ટર એબેથી વિન્ડસર કેસલ લઈ જવામાં આવશે. હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લાઇનમાં ઊભા રહેશે. આ સિવાય લોકો અન્ય માધ્યમો સહિત મીડિયા ચેનલોના માધ્યમથી લોકો ઘરે બેઠાં મહારાણીના અંતિમસંસ્કાર જોઈ શકશે. મહારાણીના અંતિમ સંસ્કાર સાથે જ બ્રિટનમાં દસ દિવસનો રાષ્ટ્રીય શોક ખતમ થઈ જશે.

    આ પણ વાંચોઃ ક્વિનના નિધન પછી ચાર્લ્સને રાજા માનવાનો જાહેરજનતાનો ઇનકાર

    અહીં મહારાણીને દફનાવવામાં આવશે


    મહારાણી એલિઝાબેથને કિંગ જ્યોર્જ પંચમ મેમોરિયલ ચેપલમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપની નજીક જ દફન કરવામાં આવશે. તેમના અંતિમસંસ્કાર દરમિયાન સમગ્ર બ્રિટનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સેનાના 5 હજાર જવાનો દરેક જગ્યાએ તહેનાત રહેશે. તેમાં થલસેનાના 4416 જવાન, જલસેનાના 847 જવાનો અને 686 જવાનો વાયુસેનાના છે. આ સિવાય રાષ્ટ્રમંડળ દેશોના 175 સશસ્ત્ર જવાનો પણ અહીં તહેનાત રહેશે. 1650 જવાનો અંતિમયાત્રામાં કોફિનની સાથે જ રહેશે. આ સિવાય એક હજાર જવાનો રસ્તા પર ચેઇન બનાવીને ઊભા રહેશે. તો સેનાના 410 જવાન અંતિમયાત્રા દરમિયાન સાથે ચાલશે.

    આ પણ વાંચોઃ એલિઝાબેથના અંતિમસંસ્કારમાં આવનારા VIPઓને બસમાં આવવા આદેશ 

    10 લાખ લોકો ભેગા થાય તેવી શક્યતા


    તો બીજી તરફ લંડનના વાહનવ્યવહાર વિભાગનું કહેવું છે કે, સોમવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં 10 લાખ લોકો ભેગા થાય તેવી શક્યતા છે. ‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન’ના પ્રમુખ એન્ડી બાયફોર્ડે રવિવારે કહ્યુ હતુ કે, આઠ સપ્ટેમ્બરે મહારાણીના નિધન પછી લંડનમાં મુસાફરોની સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં વધારો થયો છે. તો સોમવારે આ સંખ્યામાં બહોળા પ્રમાણમાં વધારો થાય તેવી શક્ચતા છે.

    આ પણ વાંચોઃ ક્વિન એલિઝાબેથ IIનો ઓસ્ટ્રેલિયા માટે સિક્રેટ લેટર

    રેલ નેટવર્કના પ્રમુખ પીટર હેન્ડી એ કહ્યુ હતુ કે, દેશભરમાં અંદાજે 250 વધુ ટ્રેનો મૂકવામાં આવી છે. લંડન 2012 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમત પછી સોમવારે સૌથી વધુ લોકો જાહેર પરિવહન સેવાનો લાભ લેશે. ઉલ્લેખનીય છે કે, હિથ્રો હવાઇમથકથી સંચાલિત થનારી 100થી વધુ ઉડાનને રદ્દ કરી દેવામાં આવી છે. તેથી સોમવારે સવારે વેસ્ટમિંસ્ટર એબેમાં યોજાનારા અંતયેષ્ટિ કાર્યક્રમ દરમિયાન વિમાનને લીધે શોરબકોર થાય નહીં. એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અંતયેષ્ટિ કાર્યક્રમને લઈને સોમવારે 1200માંથી 15 ટકા જેટલી ફ્લાઇટ્સને અસર થશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Funeral, Queen Elizabeth II

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन