QUAD Meeting: પીએમ મોદીએ શુક્રવારે અમેરિકાના પહેલાં મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે પણ ચર્ચા કરી હરી. આ દરમ્યાન બંને પક્ષો વચ્ચે વેક્સિનેશન અને કોરોના વાયરસનો મુદ્દો ચર્ચાયો હતો.
વોશિંગ્ટન. ભારત (India), અમેરિકા (USA), ઓસ્ટ્રેલિયા (Australia) અને જાપાન (Japan)ના રાષ્ટ્રપ્રમુખ વ્યક્તિગત રૂપે પહેલી વખત ક્વાડ બેઠક (Quad Summit)માં સામેલ થયા. શિખર સંમેલન દરમ્યાન ચર્ચાના સૌથી મહત્વના મુદ્દા કોવિડ-19 (COVID-19), કોરોના વાયરસ (Coronavirus) સામે વેક્સિન, H-1B વિઝા રહ્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સ્થિત વ્હાઈટ હાઉસ (White House)માં આયોજિત આ સંમેલનમાં ચારેય દેશોએ કારોબારી અને આર્થિક સંબંધ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી. ક્વાડની મહત્વની બેઠક પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સહિત પોતાના બંને સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો હતો.
પીએમ મોદીએ શુક્રવારે અમેરિકાના પહેલાં મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે પણ ચર્ચા કરી હરી. આ દરમ્યાન પણ બંને પક્ષો વચ્ચે વેક્સિનેશન અને કોરોના વાયરસનો મુદ્દો ચર્ચાયો હતો. હેરિસે વેક્સિન મામલે ભારતની ભૂમિકાને બહુ મહત્વની જણાવી હતી. આ સાથે તેમણે COVID-19 સામે વેક્સિનની નિકાસ ફરી શરુ કરવાના નિર્ણય અંગે પણ ભારતની પ્રશંસા કરી હતી.
બેઠકમાં ચર્ચાયેલી 5 મુખ્ય વાતો પર એક નજર
1. Quadના નિવેદન પર પીએમ મોદીએ કહ્યું કે, ભારત બાયોલોજિકલ ઈ તરફથી તૈયાર કરવામાં આવેલા જોન્સન એન્ડ જોન્સનની જેનસેન વેક્સિનના 80 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવશે. આ ડોઝ ઓક્ટોબર સુધી તૈયાર થઈ જશે અને વેક્સિન નિકાસના નિર્ણયમાં સામેલ થઈ શકશે.
2. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ જણાવ્યું કે, ‘અમે હેલ્થ અને બાયોમેડિકલ સાયન્સિઝ પર એક MoU તૈયાર કરી રહ્યા હતા. આ એક દસ્તાવેજ છે, જે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સહયોગ ઉપલબ્ધ કરાવે છે. એમાં મહામારીની તૈયારીઓ, ભવિષ્યની મહામારીઓથી બચવા માટે બાયોમેડિકલ રિસર્ચ વગેરે જેવી બાબતો છે.’
3. ક્વાડ નેતાઓએ કહ્યું કે, જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કો-ઓપરેશનના માધ્યમથી જાપાન કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય ક્ષેત્રે 10 કરોડ ડોલરના મહત્વના રોકાણને વધુ સારું બનાવવા માટે ભારત સાથે કામ કરશે જેમાં વેક્સિન અને સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.
4. બેઠક દરમ્યાન પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે એકસમાન પ્રોટોકોલનો પ્રસ્તાવ રાખ્યો, જેમાં કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટની પરસ્પર માન્યતાની વાત પણ હતી. બધા ક્વાડ નેતાઓએ આ વિશે વિચાર કર્યો.
5. ક્વાડ દેશો તરફથી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્વાડ દેશો તરીકે અમે COVAX ઉપરાંત વૈશ્વિક સ્તરે 120 કરોડ વેક્સિન ડોઝ ડોનેટ કરવાનો સંકલ્પ લીધો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર