QUAD બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખનો ઈશારો- ચીન પર રહેશે બાજ નજર

QUAD બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખનો ઈશારો- ચીન પર રહેશે બાજ નજર
જો બાઇડન.

જો બાઇડને (Joe Biden) સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અમેરિકાની ચીન પર ચાંપતી નજર રહેશે. તેમણે કહ્યુ કે, આપણા ભવિષ્ય માટે એ જરૂરી છે કે હિન્દ-પ્રશાંત ક્ષેત્ર (Indo-Pacific Region) સ્વતંત્ર અને ખુલ્લો રહે.

  • Share this:
    નવી દિલ્હી: ક્વાડ દેશો (QUAD Meeting) વચ્ચેની બેઠક દરમિયાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને (Joe Biden) સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અમેરિકાની ચીન પર બાજ નજર રહેશે. તેમણે કહ્યુ કે, આપણા ભવિષ્ય માટે એ જરૂરી છે કે હિન્દ-પ્રશાંત ક્ષેત્ર (Indo-Pacific Region) સ્વતંત્ર અને ખુલ્લો રહે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ક્વોડ દેશો સાથે મળીને કામ કરવા અંગે ખૂબ જ ઉત્સુક છે. બાઇડને ઇશારો કરતા ચીનનું નામ લીધા વગર કહ્યુ કે અમે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ.

    બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એવો સંકેત આપ્યો કે ક્વાડ દેશોનું જૂથ ફક્ત સુરક્ષાના મુદ્દે સાથે જ નહીં જોડાયેલું રહે. ભવિષ્યમાં આ જૂથ વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે. હાલમાં પ્રાથમિકતા કોરોના વેક્સીન છે.



    જ્યારે બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, સામુહિક મૂલ્યોને આગળ ધપાવવા અને અસુરક્ષિત, સ્થિર, સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે પહેલાથી વધારે સાથે મળીને અને નજીકથી કામ કરીશું. પીએમ મોદીએ કહ્યુ કે, "આજનું સંમેલન બનતાવે છે કે ક્વાડ વિકસિત થઈ ગયું છે અને હવે તે ક્ષેત્રમાં સ્થિરતાનો મહત્ત્વપૂર્ણ સ્થંભ બની રહેશે."

    આ પણ વાંચો: Weather Forecast: ઉત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની આગાહી, આ રાજ્યોમાં આંધીને શક્યતા

    જો બાઇડને ભારતની વધતી તાકાતની પ્રશંસા કરી

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન ચાર દેશોના નેતાઓની પ્રથમ ક્વાડ શિખર બેઠક (QUAD Summit) વર્ચ્યુઅલ માધ્યમથી થઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ ભાગ લીધો હતો. QUAD સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતની વધતી તાકાતની પ્રશંસા કરી હતી. બાઇડને કહ્યું કે, ક્વડના સભ્ય દેશો કોરોના વાયરસ વેક્સીન નિર્માણ માટે પોતાનો સહયોગ વધારશે.

    આ પણ વાંચો: સસ્તામાં ઘર, એપાર્ટમેન્ટ કે જમીન ખરીદવાની ઉત્તમ તક, આ સરકારી બેંક આપી રહી છે ઑફર

    ચીન પહેલા જ કરી ચુક્યું છે વિરોધ

    હકીકતમાં આ બેઠક પહેલા જ ચીનને અંદાજ આવી ગયો હતો કે તેના દાદાગીરી વાળા વ્યવહાર પર નિશાન સાધવામાં આવી શકે છે. આ બેઠક પહેલા જ ચીન કહી ચૂક્યું હતું કે દેશોએ મળતી વખતે તેમની વચ્ચેના મુદ્દાઓ પર વાતચીત કરવી જોઈએ નહીં કે કોઈ ત્રીજા પક્ષકાર પર નિશાન સાધવું જોઈએે.
    Published by:Vinod Zankhaliya
    First published:March 13, 2021, 08:43 am

    ટૉપ ન્યૂઝ