ભારતીયો ખુશખબર! કતારમાં કર્મચારી હવે માલિકની મંજૂરી વગર દેશ છોડી શકશે

News18 Gujarati
Updated: October 28, 2018, 6:53 PM IST
ભારતીયો ખુશખબર! કતારમાં કર્મચારી હવે માલિકની મંજૂરી વગર દેશ છોડી શકશે
કતારમાં લાંબા સમયથી વિલંબમાં રહેલા વિઝા રિફોર્મને રવિવારે લાગુ કરી દેવામાં આવ્યું છે

કતારમાં લાંબા સમયથી વિલંબમાં રહેલા વિઝા રિફોર્મને રવિવારે લાગુ કરી દેવામાં આવ્યું છે

  • Share this:
કતારમાં લાંબા સમયથી વિલંબમાં રહેલા વિઝા રિફોર્મને રવિવારે લાગુ કરી દેવામાં આવ્યું છે, હવે વિદેશી શ્રમિકોએ દેશ છોડ્યા પહેલા માલિકોની મંજૂરી લેવી જરૂરી નહી રહે. કતારના આંતરિક મંત્રાલયે ટ્વીટ કર્યું કે, 2018નો કાયદો નંબર-13... પ્રવાસીયોના પ્રવેશ, નિકાસ અને આવાસને રેગ્યુલેટ કરનારો આજથી લાગૂ થવા જઈ રહ્યો છે.

સપ્ટેમ્બરમાં કતારે જાહેરાત કરી હતી કે, તેણે વિઝા પ્રણાલી ખતમ કરવા માટે કાયદાને મંજૂરી આપી દીધી છે. નવા કાયદા હેઠળ કંપનીના તમામ કર્મચારીઓમાંથી પાંચ કર્મચારી કથિત રીતે જે સૌથી સિનિયર છે, માલિકોની મંજૂરી વગર દેશ છોડી શકશે.

મંત્રાલયે જણાવ્યું કે, જે કર્મચારીકોઈ કારણથી કતાર છોડવાની મંજૂરી નથી મળતી, તે પ્રવાસી નિકાસ ફરિયાદ સમિતી (જે 3 વર્કિંગ દિવસમાં નિર્ણય લેશે)ને ફરિયાદ કરી શકાશે. કતારે ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સાથે ત્રણ વર્ષનું સમજૂતી કરી હતી, જેથી સુધાર પર નજર રાખી શકાય. ત્યારબાદ એક્ઝિટ પરમિટને ખતમ કરવાનું મોટું પગલું ભરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, કતાર 2022ની ફૂટબોલની મેઝબાની કરવા જઈ રહ્યું છે, જેથી તેના પર પોતાના શ્રમિક કાયદામાં ફેરફાર કરવાનું દબાણ વધી રહ્યું છે. માનવાધિકાર સંગઠન વારંવાર કતારની ટીકા કરી રહ્યું છે. Migrant-Rights.orgમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર, સરકાર દ્વારા તમામ એક્ઝિટ વીઝા અરજીમાં લગભગ એત ચતુર્થાંસ અરજીને ના મંજૂર કરવામાં આવી હતી.

કતારમાં લગભગ 20 લાખ વિદેશી કર્મચારી કામ કરી રહ્યા છે, જેમને નવા વિઝા નિયમોનો લાભા મળશે.
First published: October 28, 2018, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading