ઘરમાં ઘૂસ્યો 10 ફૂટથી મોટો અજગર, યુવકે Youtube ઉપર સીખીને પકડ્યો, લોકોએ કરી પ્રશંસા
ઘરમાં ઘૂસ્યો 10 ફૂટથી મોટો અજગર, યુવકે Youtube ઉપર સીખીને પકડ્યો, લોકોએ કરી પ્રશંસા
ઘરમાં ઘૂસેલા અજગરની તસવીર
himachal pradesh news: યુવકે યુટ્યૂબ (youtube) ઉપર અજગરને (pythone caught tips) પકડવાનો નુસખો સીખ્યો હતો. જેના આધારે જ યુવકે સાહસ દેખાડીને ડંડો, થેલો અને પાઈપની મદદથી અજગરને પકડ્યો હતો
નાલાગઢઃ હિમાચલ પ્રદેશના (Himachal pradesh) સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર નાલાગઢમાં જંગલોની (jungle cutting) કાપણી થઈ રહી છે. હવે જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. નાલાગઢના (Nalagarh) માજરા ગામમાં સવાર સવારમાં 10થી 12 ફૂટ લાંબો અજગર (python) અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો. જેના પગલે લોકો દહેશતમાં આવી ગયા હતા. જોકે, આ અજગરે કોઈને નુકસાન પહોંચાડ્યું ન્હોતું. સમય રહેતા કામના એક યુવકે સાહસ દેખાડ્યું અને અજગરને પકડી લીધો હતો.
યુવકે યુટ્યૂબ (youtube) ઉપર અજગરને પકડવાનો નુસખો સીખ્યો હતો. જેના આધારે જ યુવકે સાહસ દેખાડીને ડંડો, થેલો અને પાઈપની મદદથી અજગરને પકડ્યો હતો. યુવકે પહેલા અજગરને એક કિનારે દિવાલ નજીક કરી દીધો હતો. ત્યારબાદ પાઈપની મદદથી અજગરને થેલામાં નાંખી દીધો હતો. અજગરને પકડ્યા બાદ ગ્રામીણો તેને દૂર જંગલમાં જઈને છોડી દીધો હતો.
લોકોએ શું કહ્યું?
સાથે જ ગ્રામીણોએ સરકાર અને પ્રશાસન પાસે માંગણી કરી કે જેમ જેમ જંગલો કાપણી વધી રહી છે એમ એમ જંગલી જાનવરો દીપડા, હરણ, જંગલી ભૂંડ અને અજગર જેવા ખતરનાક પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આગળ વધી રહ્યા છે.
ગ્રાણીણોને સરકાર અને પ્રશાસન સાથે માંગ ઉઠાવી કે એક ગેરકાયદે રીતે જંગલની કાપણી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને અન્ય પ્રાણીઓથી સ્થાનિક લોકોને રાહત આપવામાં આવે.
કોઈ મોટી દુર્ઘટના ન થાય અને લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકે. આ ઘટના બાદ આખા ગામમાં દહેશતનો માહોલ ઉભો થયો છે. લોકો પોતાના જ ઘરમાં ડરના પડછાયા હેઠળ જીવવા મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક દીપડાના હુમલાનો વીડિયો ભારે વાયરલ થયો હતો. આ વીડિયો મહારાષ્ટ્ર હોવાનું સામે આવ્યું હતું. વીડિયો પ્રમાણે એક દાદીમાં વોકરના સહારે ઘરની બહાર પાળી ઉપર બેશે છે ત્યારે પાછળથી એક દીપડો એકદમ ચૂપચાપ આવીને દાદી ઉપર હુમલો કરે છે.
જોકે, અહીં દાદીનું સાહશ જોવા જેવું છે દાદીએ પોતાની પાસે રહેલા વોકર વડે દીપડાને ફટકાર્યો હતો. અને ત્યારબાદ દીપડો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો હતો. દાદીનો અવાજ સાંભળીને ઘરના લોકો તરત જ બહાર આવ્યા હતા અને દાદીની સંભાળી લીધા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર